• Gujarati News
  • Microsoft To Become World's Second Valuable Company Apple Number One

માઈક્રોસોફ્ટ બની દુનિયાની બીજી કિંમતી કંપની, પહેલા નંબરે એપલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
માઈક્રોસોફ્ટ દુનિયાની બીજી સૌથી કિંમતી કંપની બની ગઈ છે. જેની માર્કેટ વેલ્યું 25305 અરબ રૂપિયા છે. હવે માઈક્રોસોફ્ટની આગળ માત્ર એપલ છે. 1999માં માઈક્રોસોફ્ટ સૌથી કિંમતી કંપની હતી.
668 અરબ ડોલરના માર્કેટ કેપની સાથે એપલ દુનિયાની નંબર 1 કંપની
માઈક્રોસોફ્ટ દુનિયાની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. શુક્રવારે તેનો માર્કેટ કેપ 410 અરબ ડોલર પર પહોંચી ગયું છે. સૌથી મોટી કંપની એપલ છે. તેમનો માર્કેટ કેપ 668 અરબ ડોલર છે. ભારતીય મુળના સત્યા નડેલા માઈક્રોસોફ્ટના સીઈઓ છે. કંપનીને આ મુકામ પર લાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. માઈક્રોસોફ્ટે ઓઈલ કંપની એક્સોન મોબિલને પછાડી બીજું સ્થાન મેળવ્યું છે. તેમના શેર ભાવ આશરે એક વર્ષથી વધી રહ્યાં છે. બીજી તરફ છ મહિનાથી કાચા તેલનો ભાવ 30 ટકા જેટલો ઘટી ગયો છે. જેથી ઓઈલ કંપનીઓનાં શેર પણ ઘટી રહ્યાં છે.
ક્યારેક નંબર 1નાં સ્થાન પર હતી માઈક્રોસોફ્ટ
એક સમયે માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી કંપની હતી. ડીસેમ્બર 1999માં તેમની વેલ્યુએશન 616 અરબ ડોલર(37.8 લાખ કરોડ રૂપિયા) હતી. પણ 2000નાં વર્ષમાં તેમની વેલ્યુએશન નીચે આવી.

આગળ વાંચો બીજું સ્થાન મેળવવાનો શ્રેય સત્યા નડેલાને....