• Gujarati News
  • Micromax New Canvas Nitro A310 Exclusively Launched On Snapdeal

Micromaxએ રૂ. 12990માં લોન્ચ કર્યો નાઇટ્રો A310, એકસાથે લેવાશે બે ફોટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(Nitro) A310

ગેજેટ ડેસ્ક :
માઇક્રોમેક્સે પોતાના નવા કેનવાસ ફોન નાઇટ્રો A310 લોન્ચ કરી દીધો છે.આ પ્રીમિયમ લુકિંગ ફોન છે, જેની કિંમત રૂ. 12990ની રાખવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યુ છે કે માઇક્રોમેક્સની મદદથી ફોન ઘણો લોકપ્રિય રહેશે અને Xiaomi mi3ને ટક્કર આપી શકે છે. ફીચર્સની રીતે નાઇટ્રો Xiaomi જેવો જ છે. આ ફોનની ખાસિયત છે કે તેનાથી બે ફોટો એકસાથે ક્લિક કરી શકાય છે. એક બટન ક્લિક કરીને ફ્રન્ટ અને બેક બંને કેમેરાથી સાથે ફોટો લઇ શકાય છે. કેમેરાની સાથે સ્ટેબલ શોટ ફીચર પણ આપવામાં આવ્યું છે જે એકદમ સ્થિર ફોટો લઇ શકે છે. કંપનીએ સોમવારની ઇવેન્ટમાં પોતાનો ફોન લોન્ચ કરી દીધો છે.
ઇવેન્ટમાં શું રહ્યું ખાસ

* માઇક્રોમેક્સના સીઇઓ વિનીત તનેજાએ ઇવેન્ટની શરૂઆત કરી.
* માઇક્રોમેક્સનો આ ફોન 'ડિવાઇડ નો મોર કેંપેન'ની સાથે લોન્ચ કરાયો છે.
* માઇક્રોમેક્સે અનેક યુઝર્સને વીડિયો બતાવ્યા અને સાથે યુઝર્સને પોતાની જરૂરતની રીતે ફોનના ફીચર્સ બતાવ્યા.
* વીનિત તનેજાએ માઇક્રોમેક્સ યુનાઇટ 2ની સેલ્સને વિશે બતાવ્યું અને છેલ્લા 100 દિવસમાં 10 લાખ યુનિટ્સ વેચ્યા છે.
* શુભદિપ પાલે (સીએમઓ માઇક્રોમેક્સ) કેનવાસ નાઇટ્રોને વિશે જાણકારી આપી.
* ફોનમાં ટ્રૂ ઓક્ટાકોર પ્રોસેસરની સાથે ઓલિયોફોબિક કોટિંગ (સ્ક્રેચ પ્રૂફ, ઓઇલ પ્રૂફ, ફિંગર પ્રિન્ટ સ્ટેનિંગ રેજિંસ્ટેંસ) આપવામાં આવ્યું છે. માઇક્રોમેક્સની તરફથી ઓલિયોફોબિક કોટિંગનો પહેલો ફોન છે.
* માઇક્રોમેક્સની તરફથી ફોનની કિંમત રૂ. 12990ની રાખવામાં આવી છે.

આગળની સ્લાઇડ પર જાણો માઇક્રોમેક્સના નવા ફોનના ફીચર્સને...