તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Micromax Canvas Turbo A250 Gets First Price Drop, Now At R 19299

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બોની કિંમતમાં પહેલી વાર ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોમેક્સે ગયા મહિને પોતાનો સંપૂર્ણ મેટાલિક બોડી સાથેનો ફોન Canvas Turbo A250 ભારતમાં લોન્ચ કર્યો હતો. ફોન લોન્ચ થયાનાં 10 દિવસમાં જ તેની કિંમતમાં પહેલી વાર ઘટાડો કરાયો છે. આ ફોન 19999 રૂપિયાની કિંમતે લોન્ચ કરાયો હતો, પણ Flipkart પર તેને અત્યારે 19299 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે Spice retail store પર તેને આજે 19699 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ સિવાયનાં મોટાભાગનાં અન્ય સ્ટોર્સમાં આ ફોન હજું પણ 19999 રૂપિયા કે તેથી વધુ કિંમતે વેચાઇ રહ્યો છે.

Canvas Turboમાં 1.5 GHzનું quad-core MediaTek MT6589 T પ્રોસેસર છે. Android Jelly Bean 4.2.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.