5 ઇંચની ડિસ્પ્લે સાથે Meizu M2 સ્માર્ટફોન લૉન્ચ, કિંમત 6200 રૂપિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની Meizuએ Meizu M1ના એડવાન્સ વર્ઝન Meizu M2ને ચીની માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત CNY 599 (લગભગ 6,200 રૂપિયા) રાખી છે. અત્યારે આ ફોન ચાર કલર વેરિએન્ટ (બ્લૂ, પિંક, ગ્રે અને વ્હાઇટ) મળશે.
Meizu M2 સ્માર્ટફોનમાં કંપનીએ 5.1 લૉલીપોપ એન્ડ્રોઇડ સિસ્ટમ આપી છે ફોનની બૉડી પણ પોલીકાર્બોનેટ યૂનિબોડી છે. તેની સાથે ફોનમાં Flyme 4.5 યૂઝર ઇન્ટરફેસ આપ્યું છે. આ ઉપરાંત ફોનની ડિસ્પ્લે 5 ઇંચની HD છે જે 720*1280 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન પર સ્ક્રેચ ના પડે તે માટે AGC ડ્રેગનટેલ પ્રોટેક્ટિવ ગ્લાસ પણ આપ્યો છે.
Meizu M2ના હેન્ડસેટના પાવરની વાત કરીએ તો ફોનમાં MediaTek કંપનીનું 64 બીટ MT6735 ક્વાડ કોર પ્રોસેસર આપ્યું છે. જે 1.3 GHzની સ્પીડ પર કામ કરે છે. આ ઉપરાંત ફોમાં 2 GB LPDDR3 રેમ આપવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો Meizu M2 સ્માર્ટફોનના બાકીના ફિચર્સ....