તમારો સ્માર્ટફોન બની જશે કૉમ્પ્યુટર જેવો, બસ કરવું પડશે આ કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે વિન્ડોઝ સ્માર્ટફોન હોવો જરૂરી છે, પણ આ ફોનમાં પણ વિન્ડોઝના ફિચર મળે છે થીમ એના જેવી નથી હોતી. આવામાં તમારી પાસે જો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે, તો તમે તેને વિન્ડોઝમાં કન્વર્ટ કરી શકો છો. એટલે કે તમારો મોબાઇલ સ્ટાર્ટ મેન્યૂબારની સાથે ડેસ્કટૉપ પર દેખાવવા વાળા આઇકૉન અને તે તમામ ફિચર્સ આવી જશે, જે કોઇ કૉમ્પ્યુટરમાં હોય છે. ફોનને કૉમ્પ્યુટર બનાવવાનું કામ એક ફ્રી એન્ડ્રોઇડ એપની મદદથી કરી શકાય છે. આ એપનું નામ Computer Launcher છે.
 
# આ માટે ખાસ છે Computer Launcher એપ... 
- તમારા ફોનમાં ડેસ્કટૉપના જેવા આઇકૉન અને સેટિંગ્સ દેખાવવા લાગશે. 
- આસાનીથી નવું ફૉલ્ડર બનાવી શકો છો, સાથે એપ્સને ઓપરેટ કરી શકો છો. 
- વિન્ડોઝ થીમની સાથે ફાઇલ એક્સપ્લૉરર આપવામાં આવ્યું છે. 
- કોઇ ફાઇલને આસાનીથી Cut, Copy, Paste, Move, Share કરી શકો છો. 
- તમારા ફોનનું મેમરી કાર્ડ અને સ્ટૉરેજ PC ડ્રાઇવની જેમ દેખાય છે. 
- સ્ક્રીન પર યૂઝર, PC, Recycle Binના આઇકૉન પણ દેખાય છે. 
- યૂઝર ZIP ફાઇલને મરજી પ્રમાણે ક્યાંક પણ એક્સ્ટ્રેટ કરી શકે છે.
 
# Computer Launcher એપ વિશે...
- આ એપને અત્યાર સુધી 1 મિલિયનથી વધુવાર ઇન્સ્ટૉલ કરવામાં આવી ચૂકી છે.
- એપને એન્ડ્રોઇડના 4.1 ઓપરેટિંગ સિસ્ટમ અને તેનાથી ઉપરના વર્ઝન પર ઇન્સ્ટૉલ કરી શકાય છે. 
- 25 હજારથી વધારે યૂઝર્સે આને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. 
- એપને ઇન્સ્ટૉલ કરવા માટે અહીં ક્લિક કરો. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો Computer Launcher એપનો યૂઝ....
અન્ય સમાચારો પણ છે...