તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE updates: માઇક્રોમેક્સ આજે ભારતમાં લોન્ચ કરશે Canvas 4

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોમેક્સ ભારતમાં આજે તેનો લેટેસ્ટ સ્માર્ટફોન કેનવાસ 4 લોન્ચ કરશે. આ ફોન કંપનીની કેનવાસ સીરીઝનો ચોથો ફોન છે અને સેમસંગનાં પ્રિમિયમ હાઇ એન્ડ સ્માર્ટફોનને પણ સ્પર્ધા પૂરી પાડે તેવી શક્યતા છે.

કંપનીએ આ ફોન માટે પ્રી ઓર્ડર લેવાનાં ક્યારનાય બંધ કરી દીધા છે. આ ફોન ઘણા ઓનલાઇન સ્ટોર પર આવ્યો છે. eBay India પર ઘણા વિક્રેતાઓ Micromax A120 Canvas 4ને 20,000 રૂપિયા કે તેથી વધુની કિંમતે વેચી રહ્યા છે.

અમારી ધારણા પ્રમાણે આ ફોનમાં 13 મેગાપિક્સલનો ઓટો ફોકસ રિયર કેમેરા, 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, MediaTek MT6589 quad-core પ્રોસસર, 5 કે 5.5 ઇંચની સ્ક્રીન, મેટાલિક ફ્રેમ સાથેની પોલીકાર્બોનેટ બોડી, Android Jelly Bean 4.1.2 OS અને 8 જીબી ઇન્ટરનલ મેમરી જેવા ફીચર્સ હશે.

ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2012 રોશેલ રાવ આજે એક ઇવેન્ટમાં આ ફોન દુનિયા સમક્ષ રજૂ કરશે. અમે અહીંથી તમને આ ઇવેન્ટની લાઇવ અપડેટ પૂરી પાડીશું.

લોન્ચ ઇવેન્ટ આજે 12 વાગ્યાથી શરૂ થશે.