આ છે રૂ. 15000ની રેન્જમાં આવનારા 11 ટેબલેટ, કિંમત અને ફીચર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - લિનોવો s5000)

ગેજેટ ડેસ્ક : લિનોવોએ પોતાના લેટેસ્ટ ટેબલેટ S5000ને ભારતમાં લોન્ચ કરી દીધું છે. તેની કિંમત રૂ. 10999ની રાખવામાં આવી છે. આ ટેબલેટમાં અનેક જરૂરી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તે દેખાવમાં સારા છે અને બજારમાં મળતા અન્ય ટેબલેટને ટક્કર આપી શકે છે. અન્ય ટેબલેટની વાત કરવામાં આવે તે પહેલાં જાણો લિનોવો S5000ની ખાસિયત વિશે.

લિનોવો S5000
ટેબલેટમાં 7 ઇંચની આઇપીએસ ડિસ્પ્લે સ્ક્રીન આપવામા આવી છે. તેમાં એચડી રિઝોલ્યુશન 1280*800 પિક્સલનું આપવામાં આવ્યું છે. 1 જીબીના 1.2જીએચઝેડના ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 16 જીબીની રેમ અને એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ આપવામા આવ્યું છે.
ચાઇનીઝ સ્માર્ટફોન મેકરે તેમાં 5 એમપીનો રિઅર કેમેરા અને 1.6 એમપીનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે. કનેક્ટિવિટીને માટે જીપીએસ, માઇક્રો યુએસબી, 802.11 બીજીએન વાઇફાઇ, બ્લૂટ્રૂથ આપવામાં આવ્યા છે. ડિવાઇસ 7.9 એમએમ પાતળો અને 246 ગ્રામ વજન ધરાવે છે. તેમાં 3450 એમએએચની લિલોન પોલિમર બેટરી આપવામાં આવી છે. કંપનીના કહેવા પ્રમાણે ટેબલેટ 8 કલાક કામ કરે છે. તેમાં કેટલીક ખામીઓ છે તો કેટલીક ખાસિયતો પણ છે. ટેબમાં સિમ કાર્ડની કોઇ વ્યવસ્થા નથી અને સાથે વોઇસ કોલિંગ કરી શકાતી નથી. ટેબલેટ લેટેસ્ટ એન્ડ્રોઇડ સોફ્ટવેર પર કામ કરી શકતું નથી.

અહીં આજે બતાવવામાં આવી રહ્યા છે એવા 10 ટેબલેટ કે જેને લિનોવો S5000 ટક્કર આપી શકે છે.

આગળની સ્લાઇડમાં અન્ય ટેબલેટના ફીચર્સ સાથેની જાણકારી