તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેલેક્સી નોટ 2ને ટક્કર આપવા કાર્બને લોન્ચ કર્યો, Titanium S9, કિંમત અડધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય કંપનીઓની વિદેશી સ્માર્ટફોન કંપનીઓ સામે ટક્કર ઝીલવાની ઝુંબેશ વધુ ઉગ્ર બની રહી છે. સ્વદેશી કંપનીઓ લેટેસ્ટ ફીચર્સથી ભરપુર અને સામાન્ય યુઝરને પોસાય તેવી કિંમતે સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ હોડમાં વધુ એક ફોન ઉમેરાયો છે. તે છે કાર્બનનો નવો સ્માર્ટફોન Titanium S9. આ સ્માર્ટફોન ડિઝાઇન અને ફીચર્સમાં સેમસંગનાં ગેલેક્સી નોટ 2 જેવો છે, એ પણ નોટ 2 કરતા અડધી કિંમતે. એટલે કે કંપની સેમસંગને સીધી ટક્કર આપવાનાં મૂડમાં છે. સાથે તે માઇક્રોમેક્સ જેવી અન્ય અગ્રણી સ્વદેશી કંપનીને તો ટક્કર આપશે જ. માઇક્રોમેક્સે પોતાનો કેનવાસ 4 સ્માર્ટફોન પણ લોન્ચ કરી દીધો છે. એટલે હવે સ્માર્ટફોનનાં બજારમાં જબરદસ્ત સ્પર્ધા જામવાની છે, જેનો સીધો ફાયદો ગ્રાહકને મળશે.

કાર્બને લોન્ચ કરેલા Titanium S9નાં ફીચર્સ અંગે જાણવા આગળ ક્લિક કરો-