કાર્બને લોન્ચ કર્યો 'સેલ્ફી ફોન' ટાઇટેનિયમ S19, કિંમત રૂ. 8999

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - કાર્બન ટાઇટેનિયમ S19)
નોઇડા : ભારતના ટોપ 5 સ્માર્ટફોન મેકર્સમાં એક કાર્બને પોતાનો સેલ્ફી સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. ટાઇટેનિયમ S19નામના આ ફોનમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ટાઇટેનિયમ S19ની કિંમત રૂ. 8999ની રાખવામાં આવી છે.
કાર્બન કંપનીએ તેને સેલ્ફી ફોન નામ આપ્યું છે. ખાસ વાત તો એ છે કે ફોનમાં વોઇસ બેસ્ડ કેપ્ચર (ક્લિક) ફીચર છે. આ ફીચરની મદદથી ફક્ત અવાજથી જ ફોટો લઇ શકાય છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પહેલેથી એક 5 એમપી ફ્રન્ટ કેમેરાના સ્માર્ટફોમ મળી રહે છે. એવામાં કાર્બનના આ નવા ફોનને પોતાની જગ્યા બનાવવામાં મુશ્કેલી થઇ શકે છે.
આગળની સ્લાઇડ પર જાણો કાર્બનના નવા સ્માર્ટફોનના ફીચર્સ