નવી બૉલીવૂડ ફિલ્મોને ડાઉનલૉડ કરવાની જરૂર નથી, અહીં ફ્રીમાં જુઓ

Movie App: JioCinema App For Free Latest Movies

divyabhaskar.com

Dec 06, 2017, 02:30 PM IST

ગેજેટ ડેસ્કઃ ઇન્ડિયામાં ચાલી રહેલા મોબાઇલ 'ડેટા વૉર'નો સૌથી મોટો ફાયદો કસ્ટમરને થઇ રહ્યો છે. ડેલી 1GB ડેટા પ્લાનમાં આવવાથી યૂઝર્સ માટે ડાઉનલૉડીંગ જેવું કામ પણ આસાન બની ગયું છે. બીજીબાજુ યૂઝરને સૌથી મોટો ફાયદો એ થયો છે કે હવે ફ્રી ડેટાથી ઓનલાઇન મૂવી જોઇ શકે છે. હવે એવી કેટલીય એપ્સ છે જેના પરથી લેટેસટ મૂવી ડેટાની મદદથી જોઇ શકાય છે, એટલે કે આ માટે યૂઝરે કોઇ પે નથી કરવો પડતો. આવી જ એક એપનુ નામ છે JioCinema.

# ફૂલ HD રિઝોલ્યૂશન વાળી ફિલ્મો...
- JioCinema એપ પર જે ફિલ્મો આપવામાં આવી છે જે HD અને ફૂલ HD ફોર્મેટમાં અવેલેબલ છે.
- ફિલ્મોની સાથે અહીં ટીવી સીરિયલ, મ્યૂઝિક વીડિયો, શોર્ટ વીડિયોની સાથે અન્ય વીડિયો પણ છે.
- અહીં હિન્દી, અંગ્રેજી, તામિલ, કન્નડ, મરાઠી, તેલુંગું. બંગાળી, ગુજરાતી, ભોજપુરી, મલયાલમ, પંજાબી ભાષાના વીડિયો જોઇ શકો છો.
- અહીં અવેલેબલ વીડિયોને યૂઝર ડાઉનલૉડ કરીને ગમે ત્યારે વિના ઇન્ટરનેટ પ્લે કરી શકાય છે.

# JioCinema એપ વિશે...
- આ એપને પ્લે સ્ટૉર પરથી 5 કરોડથી વધુ વાર ઇન્સ્ટૉલ કરવામાં આવી ચૂકી છે.
- આને એન્ડ્રોઇડના વર્ઝન 4.3 Jelly Beanની સાથે અપગ્રેડ વર્ઝન પર ઇન્સ્ટૉલ કરી શકાય છે.
- આ એપની સાઇઝ અલગ અલગ હેન્ડસેટ પર અલગ છે. Moto X Play પર આને 40MB સ્પેસ રોકી હતી.
- એપને Reliance Jio Digital Services Pvt. Ltd. એ ડેવલપ કરી છે.

આગળની સ્લાઇડ્સમા જાણો JioCinema એપ સાથે જોડાયેલા ફિચર્સ વિશે....

X
Movie App: JioCinema App For Free Latest Movies

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી