જિઓ-એરટેલનો વૉડાફોનની ટક્કરઃ 399 રૂ.માં 6 મહિના સુધી 4G ડેટા, કૉલિંગ ફ્રી

ફેસ્ટિવ સિઝનમાં વૉડાફોન જબરદસ્ત ઓફર લઇને આવ્યું છે, આ ઓફર જિઓને ટક્કર આપવા માટે લાવવામાં આવી છે

divyabhaskar.com | Updated - Oct 16, 2017, 02:22 PM
Jio Effect on Vodafone, its Offering 90GB 4G Data At Rs 399
ગેજેટ ડેસ્કઃ ફેસ્ટિવ સિઝનમાં વૉડાફોન જબરદસ્ત ઓફર લાવ્યું છે. આ ઓફર જિઓએ ટક્કર આપવા લાવવામાં આવી છે. વૉડાફોનનો નવો પ્લાન 399 રૂપિયાનો છે. આમાં 6 મહિના માટે 4G નેટવર્ક માટેનો 90GB ડેટા યૂઝરને આપવામાં આવી રહ્યો છે.
રિલાયન્સ જિઓ અને એરટેલ પહેલા જ 399 રૂપિયા વાળા પ્લાન લૉન્ચ કરી ચૂકી છે. જિઓના 399 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને ડેલી 1GB ડેટા મળે છે, પણ આ પ્લાન માત્ર 3 મહિના માટે જ છે. જ્યારે વૉડાફોન આટલા જ પૈસામાં 6 મહિનાની વેલિડિટી આપી રહી છે પણ ડેટા 90GB છે.
જિઓ, એરટેલની જેમ આમાં 6 મહિના સુધી અનલિમિટેડ વૉઇસ કૉલિંગ પણ કસ્ટમર્સને મળશે. આ પ્લાન માત્ર વૉડાફોનના પ્રીપેડ યૂઝર્સ માટે જ છે. વૉડાફોનનો આ પ્લાન કસ્ટમર્સને દિવાળી ગિફ્ટ છે. આ હજુ સુધી કન્ફોર્મ નથી થયું કે આ ઓફર લિમિટેડ પીરિયડ માટે છે કે લૉન્ગ પીરિયડ માટે છે.
જિઓ, એરટેલ શું આપી રહ્યાં છે... જુઓ આગળની સ્લાઇડ્સમાં...

Jio Effect on Vodafone, its Offering 90GB 4G Data At Rs 399
84GB ડેટા, 84 દિવસ માટે... 
 
> 399 રૂપિયામાં યૂઝર્સને 84GB ડેટા આપી રહ્યું છે, આ પ્લાન 84 દિવસ માટે છે. આમાં યૂઝર્સ ફ્રીમાં કૉલિંગની સાથે ફ્રી એસએમએસ કરી શકે છે. આની સાથે જિઓની બધી એપ્સ Jio Movies, JioTV, JioCinema, JioMusic, JioGames નો યૂઝ કરી શકે છે.  
 
> એરટેલે પણ 84GB ડેટા 84 દિવસ માટે આપી રહ્યું છે. વૉઇસ કૉલિંગ આમાં પણ અનલિમિટેડ છે. તાજેતરમાં જ જિઓ 100 ટકા કેશબેકની ઓફ પણ યૂઝર્સને આપી રહ્યું છે. જોકે આની કેટલીક શરતો છે. 
 
 
X
Jio Effect on Vodafone, its Offering 90GB 4G Data At Rs 399
Jio Effect on Vodafone, its Offering 90GB 4G Data At Rs 399
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App