Paytm ઓફર: Jioના 303 રૂ.ના રિચાર્જ પર 30 રૂપિયાનું બિગ ડિસ્કાઉન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ યૂઝર્સ હવે Paytmથી પણ રિચાર્જ કરી શકશે, ઉલ્લેખનીય છે કે આ પહેલા જિઓનુ રિચાર્જ ઓફિશિયલ વેબસાઇટ કે MyJio એપથી કરી શકાતું હતું, એટલે યૂઝર્સ પાસે રિચાર્જના અન્ય ઓપ્શન અવેલેબલ ન હતા. રિલાયન્સ જિઓ યૂઝર્સને 1લી એપ્રિલથી રિચાર્જ કરાવવું પડશે કેમકે તે મહિનાથી જિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન શરૂ થઇ ચૂક્યા હશે.
 
* Paytm આપી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ... 
Paytm જિઓ યૂઝર્સ માટે શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર લઇને આવ્યું છે. એવા યૂઝર્સ જે અહીંથી જિઓના ટેરિફ પ્લાનનું રિચાર્જ કરાવ છે, તેમને તે રિચાર્જ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમ કે કોઇ યૂઝર 303 રૂપિયા કે 499 રૂપિયાનો પ્લાન લે તો તેને તે રિચાર્જ પર 30 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે. 
 
* એપ અને વેબસાઇટ પરથી લઇ શકો છો પ્લાન... 
યૂઝર્સ Paytm એપ અને તેની ઓફિશિયલ વેબસાઇટ બન્ને જગ્યાએથી રિલાયન્સ જિઓનું રિચાર્જ કરાવી શકે છે. રિચાર્જ પર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે બન્ને જગ્યાએથી મળશે. Paytm પર જિઓ પ્રાઇમ મેમ્બરશિપ રિચાર્જની સાથે ફૂલ ટૉકટાઇમ, 3G/4G ડેટા, 2G ડેટા, ટૉપ અપ, સ્પેશ્યલ રિચાર્જ અને રૉમિંગની કેટેગરી આપવામાં આવી છે. 
 
આગળ જાણો શું છે Paytm એપ અને કેવી રીતે થશે તેનો યૂઝ... 
અન્ય સમાચારો પણ છે...