• Gujarati News
  • Is Lavamobiles Going To Launch A 10 Inch Tablet This Week?

લાવા આ સપ્તાહે લાવી રહી છે 10 ઇંચનું ટેબલેટ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાવાનાં આગામી ટેબ પર અમે ચાંપતી નજર રાખીને બેઠા છીએ. કંપનીએ આજે પોતાનાં નવા ટેબલેટ અંગે વધુ એક ઇશારો કર્યો છે. આ ટેબલેટ આ સપ્તાહે જ લોન્ચ થઇ શકે છે.

આ ભારતીય કંપનીએ જણાવ્યું છે કે, ''ટેબલેટ જ્યારે દુનિયાભરમાં પરિવર્તન લાવી રહ્યા છે, ત્યારે આ સપ્તાહે અમે ટેબલેટમાં પરિવર્તન લાવીશું.'' ''કોઇ અનુમાન?'' તેમ કંપની પોતાનાં ફેન્સને પૂછે છે. લાવા મોબાઇલ્સ જાન્યુઆરીના અંતથી પોતાનાં ફેસબુક પેજ પરની પોસ્ટમાં યુઝર્સને પૂછી રહી છે કે તેમને કેવા ટેબલેટ જોઇએ છે, કઇ ઓપરેટિંગ સિસ્ટમ અને ફીચર્સ તેમને ગમે છે. 28 જાન્યુઆરીનાં રોજ કંપનીએ પોસ્ટ કર્યું હતું કે, “We are coming up with next-gen tablets. What's the most preferred feature you look for?”

કંપનીએ આ પહેલા ત્રણ ઓછી કિંમતનાં ટેબલેટ eTab Z7H+, eTab Z7H અને eTab Z7S લોન્ચ કર્યા છે. આપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે કંપની 10 ઇંચનું ટેબલેટ લાવશે. લાવાએ આ પહેલા લોન્ચ કરેલા બધા ટેબલેટ આઇસીએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા હોવાથી હવે નવા ટેબલેટમાં જેલી બીન ઓએસ હોય તેવી પણ ધારણા માંડી શકાય છે.