આ રીતે થયા iPhone 1,2,3,4,5 લોન્ચ, હવે આવશે iPhone6

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - પ્રતિકાત્મક)
2007-2014 સુધી લોન્ચ થયા આ આઇફોન્સ, હવે આવ્યો iPhone 6
ગેજેટ ડેસ્ક : આજે 9 સપ્ટેમ્બરે આઇફોન 6 લોન્ચ થયો છે ત્યારે યુઝર્સના મનમાં તેની કિંમતો અને ફીચર્સને લઇને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલમાં ફોનના લોન્ચને ગણતરીના કલાકો રહી ગયા છે ત્યારે દિવ્યભાસ્કર.કોમ દ્વારા હાલ સુધીમાં કંપની દ્વારા કયા ફોન લોન્ચ કરાયા છે અને તેના ફીચર્સ કેવા હતા તેની માહિતિ આપવાનો પ્રયાસ કરાયો છે. હાલ સુધીમાં જે પણ ફોન લોન્ચ કરવામા આવ્યા છે તેમાં નેનોસિમ અને મીની સિમ સપોર્ટ આપવામા આવ્યા છે. શક્ય છે કે આવનારા આઇફોન 6માં પણ તેનો જ પ્રયોગ કંપની દ્વારા કરવામા આવે.
કંપનીએ પોતાના આ નવા આઇફોન6ને લઇને અનેક ફીચર્સની જાહેરાત કરી દીધી છે. શક્ય છે કે તેના ફિંગરપ્રિન્ટ સેંસર, વોટરપ્રૂફ, શોકપ્રૂફ અને હેલ્થકિટના ફીચર્સ યુઝર્સને આર્કષી શકે. યુઝર્સની માને તો ફોન અફોર્ડેબલ કિંમતમાં લોન્ચ થાય તેવી આશાઓ રાખવામાં આવી રહી છે. શક્ય છે કે પહેલાંની જેમ કંપની ફોનના ડિસ્પ્લે વેરિએંટની સાથે સાથે મેમરી વેરિએંટ પણ આપવામાં આવશે.
(Apple Iphone 6 લોંચની રાહ તો તમે પણ જોઇ રહ્યા હશો.....અમે તમને આપીશું તમામ માહિતી....આજે રાતે આખી ઇવેન્ટનું લાઈવ કવરેજ દિવ્યભાસ્કર.કોમ ઉપર કરવામાં આવશે
ક્લિક કરતા રહો divyabhaskar.com)
આગળની સ્લાઇડમાં જુઓ હાલ સુધી એપલ દ્વારા લોન્ચ કરાયેલી આઇફોનની સીરિઝના ફોન્સ ક્યારે લોન્ચ કરાયા અને તેના ફીચર્સને ....