તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Apple ના ઉઠાવ્યો Note 7ના ડેમેજનો લાભ, જે ફિચર્સને ગણાવે છે નવા તે છે જુના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલ અન્ય સ્માર્ટફોન કંપનીઓથી મળી રહેલી ટક્કરથી કદાચ ગભરાઇ ગઇ છે, એટલેજ કંપનીએ અન્ય કંપનીઓના સ્માર્ટફોન્સમાં પહેલાથી અવેલેબલ ચર્ચિત ફિચર્સને iPhone 7 સીરીઝમાં પ્રાયોરિટી આપી છે. આ ફિચર્સ પહેલાથી જ સસ્તા ચાઇનીઝ સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ છે. લોકોને આશા હતી માર્કેટમાં ઘટતી સેલને લઇને એપલ iPhone 7માં કંઇક નવું આપશે પણ એવું કંઇ બન્યું નહીં.
* એપલે ઉતાવળમાં લૉન્ચ કરી પ્રોડકટ્સ
- અત્યારે લગભગ 85% સ્માર્ટફોન માર્કેટ પર સેમસંગ અને ચીની કંપની હ્યુવાઇનો કબ્જો છે, આવા સમયે એપલે લૉન્ચિંગમાં ઉતાવળ કરી હોય તેમ લાગે છે. કેમકે હમણાં જ સેમસંગે સૌથી એડવાન્સ ફોન ગેલેક્સી નોટ 7ને બેટરી પ્રોબ્લમના કારણે રિકૉલ કર્યા છે. આનો ફાયદો ઉઠાવવાની જરૂર હતી.
- જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનના કૂલ સેલિંગમાં 86% એન્ડ્રોઇડ હતા, તેમાં એપલે ચાર કરોડ iPhone વેચ્યાં, જે બે વર્ષમાં સૌથી ઓછા છે.
- iPhoneથી થનારી આવક પણ 23% ઘટી છે. જૂન ત્રિમાસિકમાં ચીનમાં iPhoneનું વેચાણ 33% ડાઉન રહ્યું અને એકવર્ષ પહેલાની સરખામણીમાં એપલના શેર પણ 5% નીચે રહ્યાં.
- રિસર્ચ ફર્મ આઇડીસીનું અનુમાન છે કે, 2015થી 2020ની વચ્ચે આઇફોનનું વાર્ષિક વેચાણ માત્ર 1.5%ની ગતિથી જ આગળ વધશે.
* સોશ્યલ મીડિયા પર આવી રીતે ગુસ્સે થયા યૂઝર્સ

- ''એપલ ઓડિયો જેક હટાવવાની એવી પબ્લિસિટી કરી રહી છે જેમ કે કોઇ રૉકેટ સાયન્સ હોય''
- ''આજે દુનિયા પોકેમૉન ગૉની દિવાની છે અને આ અમને 15 વર્ષ જુની સુપર મારિયો રન રમવાનું કહી રહ્યાં છે, આ છે એપલનું નવુ ઇનોવેશન- પાછળ આવો''
* રિસર્ચનું બજેટ ત્રણગણું વધાર્યું છતાં કોઇ ફાયદો નહીં

- 2011માં એપલે રિસર્ચ અને ડેવલૉપમેન્ટ પર 2.4 અરબ ડૉલર (16,000 કરોડ રૂ.) કર્યા હતા, ગયા વર્ષે તે વધીને 54,000 કરોડ રૂપિયા થઇ ગયા.
* iPhone 7ને આ ફોન આપી રહ્યાં છે ટક્કર
iPhone 7 Galaxy S 7 One Plus 3
ડિસ્પ્લે 4.7 5.1 5.5
ડ્યૂઅલ સિમ નથી હા હા
પ્રોસેસર A10 ફ્યૂઝન સ્નેપડ્રેગન 820 સ્નેપડ્રેગન 820
CPU ક્વાડકોર ક્વાડકોર ઓક્ટાકોર
RAM 2GB 6GB
મેમરી 256GB સુધી 32 GB 64 GB
OS iOS-10 માર્શમેલો માર્શમેલો
બેટરી નથી બતાવી 3,000 mAH 3,000 mAH
કિંમત 60,000 રૂ. 43,400 રૂ. 27,900 રૂ.
* IPhoneમાં કેટલાક ફિચર્સ પહેલીવાર આવ્યા, પણ બીજી કેટલીક કંપનીઓ પાસે તે પહેલાથી જ અવેલેબલ છે
1. ડ્યૂઅલ લેન્સ કેમેરા

એપલ પહેલીવાર ડ્યૂઅલ લેન્સ કેમેરા લઇને આવી, પણ ચીની કંપની હ્યુવાઇ કેટલાક વર્ષો પહેલા જ આ ટેકનિક લાવી ચૂકી છે.
2. ફાસ્ટ ચાર્જિંગ

આ ટેકનોલૉજી પણ એન્ડ્રોઇડ ફોનમાં પહેલાથી જ અવેલેબલ છે. મોટો જી4 અને જી4 પ્લસમાં ટર્બો ચાર્જિંગ છે. માર્કેટમાં કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં આ ફિચર્સ છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો iPhone 7 આવા જ કેટલાક ફિચર્સ જે બાકી સ્માર્ટફોન્સમાં પણ અવેલેબલ છે....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો