ત્રણ દિવસની અંદર ભારતમાં આઉટ ઓફ સ્ટોક થયા નવા iPhones

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - IPhone 6 અને IPhone 6 Plus)
ગેજેટ ડેસ્ક: પ્રાપ્ત જાણકારી અનુસાર એપલ કંપનીના નવા આઇફોન 6 અને 6+નો સ્ટોક પૂરો થઇ ગયો છે. એપલ કંપનીએ 55000 હેન્ડસેટ્સ ભારતમાં લાવ્યા હતા. આઇફોન 6ની સેલ્સ 16 ઓક્ટોબર રાતે 12 વાગ્યાથી શરૂ કરાઇ હતી. વેચાણ શરૂ થવાના એક દિવસ પહેલાં કંપનીએ પોતાના 35000 હેન્ડસેટ વેચી દીધા હતા.
Hindustan Timesના રિપોર્ટ પ્રમાણે આઇફોન 6 અને 6+ના યુનિટ્સ ભારતમાં આઉટ ઓફ સ્ટોક થઇ ગયા હતા. સૂત્રોના અનુસાર કંપનીએ આવનારા 3 દિવસમાં આઇફોન 6 અને આઇફોન 6 પ્લસના સ્ટોકને ભારતમાં લાવવાનું નક્કી કર્યું છે.
આઇફોન 6 અને આઇફોન6+ પ્લસના વિવિધ વેરિએંટની કિંમતો

* આઇફોન 6 (16 GB મેમરી વેરિએંટ)- 53500 રૂ.
* આઇફોન 6 (64 GB મેમરી વેરિએંટ)- 62,500 રૂ.
* આઇફોન 6 (128 GB મેમરી વેરિએંટ)- 71,500 રૂ.
* આઇફોન 6 પ્લસ (16 GB મેમરી વેરિએંટ)- 62,500 રૂ.
* આઇફોન 6 પ્લસ (64 GB મેમરી વેરિએંટ)- 71,500 રૂ.
* આઇફોન 6 પ્લસ (128 GB મેમરી વેરિએંટ)- 80,500 રૂ.