બે મિત્રો દુશ્મન થયા, તેનો ભોગ બન્યા આઇફોન 5 યુઝર્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એન્ડ્રોઇડ અને આઇઓએસ વચ્ચેની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને તેથી જ ગૂગલ અને એપલ વચ્ચેના વિવાદની ચર્ચાએ પણ જોર પડક્યું છે. આ વિવાદ નવા આઇફોનનાં યુઝર્સ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે. કેમ કે એપલે ગૂગલનાં બે સૌથી લોકપ્રિય ફીચર, ગૂગલ મેપ્સ અને યુટ્યુબને આઇઓએસ 6માં સમાવવાનો ઇન્કાર કર્યો છે. એપલે તેનાં આઇઓએસ મેપ્સની બાબતમાં જબરદસ્ત ગોટાળા ઉભા કર્યા છે. જેની દુનિયાભરમાં ટીકા થઇ છે.એપલે લીધેલું આ પગલું દર્શાવે છે કે ગૂગલ સાથેની તેની પ્રતિસ્પર્ધા કેટલી હદે વધી છે અને કેવી રીતે બંને કંપનીઓ મોબાઇલ યુઝર્સનાં બજારનો એક મોટો હિસ્સો મેળવી લેવા માગે છે. પણ બંને કંપનીઓના ઝઘડામાં મરો નિર્દોષ ગ્રાહકોનો થઇ રહ્યો છે.નવા આઇફોન પર તમારે યુટ્યુબ જોવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તેને ધ્યાનમાં રાખીને જ ગૂગલે એપ સ્ટોરમાં નવું યુટ્યુબ એપ રજૂ કર્યું છે, જે મફતમાં ઉપલબ્ધ એપમાં હાલ નંબર 1 બની ગયું છે. પણ નવા આઇઓએસમાં યુઝર આ ફીચરને નહીં માણી શકે. એપલે કહ્યું છે કે એપલ મેપ્સમાં ઝડપથી સુધારા કરવામાં આવશે અને વધુ સારા મેપ્સ લાવશે. પણ ગૂગલે હજું સુધી આઇફોન માટે મેપ એપ લાવવાનો નિર્ણય લીધો નથી અને આ બધું પોતાની જાતે બનાવશે.એ વાત બહુ દૂરનાં ભૂતકાળની નથી જ્યારે એપલ અને ગૂગલ વચ્ચે મૈત્રી હતી. ગૂગલનાં એક્ઝીક્યુટિવ ચેરમેન એરિક સ્મિટ એક સમયે એપલનાં બોર્ડ ઓફ ડિરેક્ટર માં (2006થી 2009 વચ્ચે) હતા. પહેલા આઇફોનનાં લોન્ચિંગ સમયે સ્ટીવ જોબ્સે ગૂગલનાં પૂર્વ સીઇઓ એરિક સ્મિટને સ્ટેજ પર પણ બોલાવ્યા હતાં. એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કર્યા પછી તેમણે એપલનાં બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું અને સ્ટીવ જોબ્સે એન્ડ્રોઇડને જવાબ આપવાનો નિર્ણય લીધો હતો. તેઓ એન્ડ્રોઇડ સાથે એટલી હદે નાખુશ હતાં કે તેમણે પોતાનું આત્મચરિત્ર લખી રહેલા વોલ્ટર આઇઝેકસનને જણાવ્યું હતું કે તેઓ એન્ડ્રોઇડને પછાડવા પોતાનાથી બનતું બધું કરશે.
Related Articles:

એપલનાં આઇફોન 5નાં પાંચ સિક્રેટ થયા જાહેર
આઇફોન 5 માટે લોકોનું દેખીતું ગાંડપણ, લગાવી લાંબી લાઇનો
ભારતમાં આઇફોન-5 ઓનલાઇન ખરીદી શકો છો
આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
એપલ આઇફોન-૫ની ડિલિવરી હવે ઓક્ટોબરમાં