ગેજેટ ડેસ્કઃ ઘણીવાર તમારી ગેરહાજરીમાં બીજા લોકો તમારા સ્માર્ટફોનને ઓપન કરીને જોવા માંગતા હોય છે, જો ફોનમાં પેટર્ન કે લૉક લાગેલું હોય તો ખોલવાની પણ કોશિશ કરતાં હોય છે. ઘણીવાર 2-3 ટ્રાય બાદ તેને ઓપન પણ કરી લેતા હોય છે. આવા સમયે કોઇ તમારા ફોનમાંથી ડેટા ચોરી શકે છે કે પછી તમારું સેટિંગ પણ ફેરવી શકે છે. જ્યારે પણ આમ બને ત્યારે તે વ્યક્તિને તમે પકડવા માંગતા હોય તો તેને આસાનીથી પકડી શકો છો. આ માટે એક એપ છે.
# છેડછાડ કરનારનો ફોટો ખેંચી લેશે એપ...
અમે અહીં જે એપની વાત કરીએ છીએ તેનું નામ Third Eye છે. આ એપથી ફોનમાં સિક્રેટ ત્રીજી આંખ લાગી જાય છે, એટલે કે જે યૂઝરે તમારા ફોનમાં ખોટી પેટર્ન કે લૉક લગાવવાનો ટ્રાય કર્યો હશે તેનો દરેક વખતે આ એપ ફોટો ખેંચી લેશે. આ એપના યૂઝ માટે ફ્રન્ટ કેમેરો હોવો જરૂરી છે. આ એપ ત્યારે જ કામ કરશે જ્યારે કોઇ ખોટી પેટર્ન કે લૉક ટ્રાય કરશે.
# Third Eye એપ વિશે...
- આ સિક્રેટ એપ વિશે ઘણાબધા યૂઝર્સ નથી જાણતા, તેમછતાં આને 5 લાખથી વધુવાર ડાઉનલૉડ કરવામાં આવી છે.
- એપને એન્ડ્રોઇડના 4.0 ઓપરેટિંગ સિસ્ટમ અને તેનાથી ઉપરના વર્ઝન પર ઇન્સ્ટૉલ કરી શકાય છે.
- 12.5 હજારથી વધારે યૂઝર્સે આને 4.4 સ્ટાર રેટિંગ આપ્યું છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો Third Eye એપ કઇ રીતે કરશે કામ....