તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્સ્ટૉલ કરો આ એપ, WhatsApp પરથી મેસેજ થશે ઓટો-રિપ્લાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ગૂગલ પ્લે સ્ટૉર પર ઘણીબધી એપ્સ અવેલેબલ છે. તેમાં ઘણીબધી એપ એવી છે જે અમેઝિંગ વર્ક માટે યૂઝ કરી શકાય છે. અમે અહીં તમને એક એવી એપ બતાવી રહ્યાં છીએ જેની મદદથી તમે બિઝી હોય તો પણ તમારું વૉટ્સએપ બીજા યૂઝરને ઓટો-રિપ્લાય કરી દેશે, એટલે સ્માર્ટફોનને સ્પર્શ કરવાની જરૂર પણ નહીં પડે અને સામેવાળા યૂઝરને રિપ્લાય મળી જશે. આ ટ્રિક જ્યારે તમે બિઝી હશો ત્યારે ખુબ કામ આવી શકે છે.
 
* આ રીતે થાય છે ઓટો-રિપ્લાય... 
વૉટ્સએપ પર ઓટો-રિપ્લાય માટે યૂઝરે સ્માર્ટફોનમાં 'Auto-reply for WhatsApp' એપ ઇન્સ્ટૉલ કરવી પડશે. આ ફ્રી એપ છે આના માટે માત્ર તમારો ડેટા જ યૂઝ થશે. આ એપ ઇન્સ્ટૉલ થયા પછી તમારા વૉટ્સએપ એકાઉન્ટ સાથે લિંક થઇ જાય છે, ત્યારપછી કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવાથી યૂઝર કોઇપણ મેસેજનો ઓટો-રિપ્લાય કરી શકે છે. 
 
Auto-reply for WhatsApp એપ વિશે... 
- આ એપને Team apps for WhatsApp નામના ડેવલપરે ડિઝાઇન કરી છે. 
- આ ડેવલપર વૉટ્સેએપ સંબંધિત એપ બનાવે છે, આમાં મોટાભાગની યૂટિલિટી બેઝ્ડ એપ્સ હોય છે. 
- એપને એન્ડ્રોઇડ 4.4 અને તેનાથી ઉપરના વર્ઝન પર ઇન્સ્ટૉલ કરી શકાય છે. 
- અલગ-અલગ સ્માર્ટફોનમાં જુદીજુદી સ્પેસ રોકે છે. Moto X Play મૉડલ પર આને 24MB સ્પેસ લીધી હતી. 
- ગૂગલ પ્લે સ્ટૉર પર યૂઝર્સે આને 4.3 રેટિંગ આપ્યું છે, જ્યારે 50 હજારથી વધુવાર ઇન્સ્ટૉલ કરવામાં આવી છે.  
 
કેમ જરૂરી છે ઓટો-રિપ્લાય ફિચર 
- ઓટો-રિપ્લાય ફિચર ખાસ કરીને ત્યારે યૂઝફૂલ થાય છે જ્યારે યૂઝર કોઇ મિટીંગમાં હોય, અથવા તો મેસેજનો રિપ્લાય નથી કરી શકતો. 
- આ ઉપરાંત જો યૂઝર પોતાના સ્માર્ટફોનથી દૂર છે, ત્યારે પણ ઓટો-રિપ્લાય ફિચર કામ આવી શકે છે. 
- ઓટો-રિપ્લાય ફિચરમાં યૂઝર કોઇ એક મેસેજને જ સેટ કરી શકે છે, જે બધા યૂઝર્સને જશે.
- મેસેજ શું હોવો જોઇએ તે યૂઝરે નક્કી કરવાનો છે. ગ્રુપમાં આ ફિચરથી ઓટો-રિપ્લાય થાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે એપથી ઓટો-રિપ્લાય કરવાની ટ્રિક... 
 
અન્ય સમાચારો પણ છે...