તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Jioએ લૉન્ચ કર્યા નવા પ્લાન, બધાને મળશે વધુ 4G ડેટા અને વેલિડિટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ જિઓએ 15 જૂલાઇએ ધન ધના ધન ઓફર પુરી થતા પહેલા જ નવા પ્લાન લૉન્ચ કરી દીધા છે, સૌથી મોટો પ્લાન 399 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસ માટે દરરોજ 1GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળશે. આ ઓફર જિઓના પ્રાઇમ મેમ્બર માટે જ છે. આ પ્લાન અત્યારે ચાલી રહેલા 309ના પ્લાનના જેવો જ છે. આની સાથે કંપનીએ 349 રૂપિયાનો નવો પ્લાન પણ લૉન્ચ કર્યો છે જેમાં 20GB ડેટા 56 દિવસ માટે મળશે. આમાં દરરોજની ડેટા લિમીટ નહીં હોય.
 
309 અને 509ના પ્લાનની વધી ગઇ વેલિડિટી 
નોંધનીય છે કે અત્યારે ચાલી રહેલા 309 અને 509 પ્લાન 15 જૂલાઇ પછી 28 દિવસ સુધીની વેલિડિટીના હતા. અત્યાર સુધી આ પ્લાનમાં (309=1GB), (509=2GB) ડેટા 84 દિવસ માટે મળી રહ્યો છે. પણ વેલિડિટી પુરી થતા પહેલા જ જિઓએ 309 અને 509ના પ્લાનની વેલિડિટીને વધારીને બેગણી 56 દિવસની કરી દીધી છે. આની સાથે જ જિઓએ યૂઝર્સ માટે 399 રૂપિયાના પ્લાન પણ લૉન્ચ કરી દીધા છે, જેમાં યૂઝર્સને તે જ બેનિફિટ્સ 84 દિવસ માટે ફરીથી મળશે બસ તેના માટે તેમને 90 રૂપિયા વધારે આપવા પડશે. 

આગળની સ્લાઇડ્સમાં જાણો કયા પ્લાન ચેન્જ થયા.... 
અન્ય સમાચારો પણ છે...