આ એપથી છુપાવી શકાય છે ઓરિજીનલ નંબર, દરેક કૉલમાં દેખાશે નવો નંબર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આજે અમે અહીં એક ઇન્ટરેસ્ટિંગ એપ વિશે બતાવી રહ્યાં છીએ, ગૂગલ પ્લે સ્ટૉર પર એક એવી એપ ઉપલબ્ધ છે, જેની મદદથી કોઇપણ યૂઝર પોતાનો નંબર છુપાવીને કોઇને પણ કૉલ કરી શકે છે, એટલે કે જેને કૉલ કરશો તેની સ્ક્રીન પર તમારો ઓરિજીનલ નંબર નહીં દેખાય અને દર વખતે એક નવો નંબર દેખાશે. આ નંબર ગમે તે હોઇ શકે છે પણ તમારા ઓરિજીનલ નંબર કરતા એકદમ જુદો જ હશે. આ એપની મદદથી તમે તમારો ઓરિજીનલ નંબર છુપાવીને કોઇને પણ કૉલ કરી શકો છો, આ એપનું નામ IndyCall છે.
 
ડેટાની મદદથી થાય છે કૉલિંગ 
- આ એપનું પુરું નામ 'IndyCall - Free calls to India' છે.
- એપથી જે કૉલિંગ થાય છે તે ડેટા દ્વારા થાય છે. 
- એટલે કે યૂઝરનો કૉલ એકદમ ફ્રી હોય છે, પણ આના માટે ડેટા હોવો જરૂરી છે. 
- ડેટાથી કૉલ થવાના કારણે સામેવાળાના ફોનની સ્ક્રીન પર નવો નંબર દેખાય છે.
 
યૂઝર છુપાવી શકે છે પોતાનો નંબર 
- આ એપનો યૂઝ એવા યૂઝર્સ કરી શકે છે જે પોતાનો નંબર બીજાને બતાવવા નથી માગતા. 
- મહિલાઓ કોઇ નવા નંબર પર કૉલ કરી રહી હોય, ત્યારે તે પોતાનો નંબર બદલીને કૉલ કરી શકે છે.
- એપની ખાસ વાત છે કે એક જ નંબરથી કૉલ કરવાથી, દરેક વખતે નવો નંબર દેખાશે. 
- આ એક ફેક નંબર હોય છે, આના પર કોઇ રિટર્ન કૉલ પણ નથી કરી શકતું.
 
Truecaller પણ નથી બતાવતું ડિટેલ
- IndyCall એપથી જે કૉલ કરવામાં આવે છે, તેને Truecaller પણ સર્ચ નથી કરી શકતું.
- એપથી જે નંબર આવે છે Truecaller તેને સર્ચ કરતું રહે છે, પણ ડિટેલ નથી આપી શકતું. 
- એટલું જ નહીં, ટ્રુકૉલર પર દરેક વખતે નંબર અલગ શહેર, સ્ટેટનો દેખાય છે.
 
IndyCall એપ વિશે...
- IndyCall - Free calls to India એપને એન્ડ્રોઇડ યૂઝર પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે. 
- Moto X Play હેન્ડસેટમાં એપને 65MBની સ્પેસ રોકી, દરેક ફોનમાં આ જુદીજુદી સ્પેસ રોકે છે. 
- એપને એન્ડ્રોઇડના વર્ઝન 4.0 Ice Cream Sandwich અને તેનાથી અપગ્રેડ વર્ઝન પર ઇન્સ્ટૉલ કરી શકાય છે. 
- આ ફ્રી એપને અત્યાર સુધી 10 લાખથી વધારે વાર ઇન્સ્ટૉલ કરાઇ ચૂકી છે. 
- એપને ઇન્સ્ટૉલ કર્યા બાદ કોઇ સેટિંગ નથી કરવાનું હોતું, આ ડાયરેક્ટ કામ કરે છે. 
- એપથી ઘણીવાર જલ્દી કૉલિંગ નથી થતું, વારંવાર ટ્રાય પણ કરવો પડે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે IndyCall એપથી કૉલિંગની પ્રૉસેસ...
અન્ય સમાચારો પણ છે...