ચોરી થયેલી કાર-બાઇકને 1 મિનિટમાં શોધી લેશે આ ડિવાઇસ, જાણો કઇ રીતે

GPS Tracker Device: Track Your Car, Bike with Smatphone

divyabhaskar.com

Nov 27, 2017, 05:45 PM IST

ગેજેટ ડેસ્કઃ ઇન્ડિયન માર્કેટમાં હવે રિયલ ટાઇમ મિની ટ્રેકિંગ ડિવાઇસ આવી ચૂક્યા છે, આ ડિવાઇસ કાર, બાઇક, ફોન, બેગ કે કોઇ અન્યની સાથે કનેક્ટ થશે ત્યારે તેની પૉઝિશન રિયલ ટાઇમ બતાવી દેશે, એટલે કે જો તમારી બાઇક-કાર સાથે કનેક્ટ હશે તો ચોરીના સમયે તેના સુધી તમે કોઇની પણ મદદ વિના પહોંચી જશો. આ નૈનો ડિવાઇસનું નામ Secumore છે. આ ડિવાઇસને ઓનલાઇન સ્ટૉર પરથી 1575 રૂપિયામાં ખરીદી શકાય છે.

# વિના ઇન્ટરનેટે કરશે કામ...
આ ડિવાઇસની ખાસ વાત છે કે આ ઇન્ટરનેટ કે વાઇ-ફાઇ કનેક્ટિવિટી વિના જ કામ કરે છે, એટલે ડિવાઇસના ટ્રેક કરવાની કોઇ લિમિટ નથી. આને ભારતમાં ગમે ત્યાં આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ ડિવાઇસમાં એક નૈનો સિમને ઇન્સર્ટ કરવામાં આવે છે અને એપની મદદથી આ ડિવાઇસને ટ્રેક કરી શકાય છે. આ ડિવાઇસની ઓનલાઇન પ્રાઇસ 2,429 રૂપિયા છે, પણ ડિસ્કાઉન્ટ પ્રાઇસની સાથે આને 1575 રૂપિયામાં ખરીદી શકાય છે.

# ડિવાઇસમાં આ છે ખાસ...
આ ડિવાઇસ 2G GSM/ GPRS/ GPS, TCP/ IP નેટવર્ક પર કામ કરે છે. ડિવાઇસમાં રિચાર્જેબલ બેટરી બેકઅપ લગભગ 3 દિવસનો છે. આ વૉટરપ્રૂફ છે આના માટે IP65 સર્ટિફિકેટ પણ મળ્યું છે. આ ડિવાઇસમાં એક માઇક્રોફોન પણ આપ્યો છે, એટલે ડિવાઇસ જ્યાં પણ રહેશે ત્યાંની વાતો તમે સીધી પોતાના ફોન પર સાંભળી શકશો. એટલે જ નહીં ડિવાઇસને SMSની મદદથી પણ કન્ટ્રૉલ કરી શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ રીતે કામ કરે છે આ ડિવાઇસ....

X
GPS Tracker Device: Track Your Car, Bike with Smatphone

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી