તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Best Free Android App For Change Background, Teleport Photo Editor

આ એપને જરૂર કરો ઇન્સ્ટૉલ, ફક્ત ટચ કરવાથી બેકગ્રાઉન્ડ થઇ જશે ચેન્જ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ગૂગલ પ્લે સ્ટૉર પર ફોટો એડિટીંગ માટે ઘણીબધી એપ્સ અવેલેબલ છે. આ એપ્સની મદદથી ફોટોને નવો લૂક આપી શકાય છે. જોકે મોટાભાગની એપ્સની એડિટીંગમા ફિનિશિંગ નથી હોતું અને જે એપ્સ બેસ્ટ વર્ક કરે છે તે પેડ વર્ઝન વાળી હોય છે. પણ એક એવી એપ છે જે ફોટો એડિટીંગ માટે બેસ્ટ માનવામાં આવી શકે છે. આ એપનુ નામ 'Teleport Photo Editor' છે.
 
આને એન્ડ્રોઇડ યૂઝર્સ ફ્રી ઇન્સ્ટૉલ કરી શકે છે. આ એપની ખાસ વાત છે કે આમાં યૂઝર કોઇપણ ફોટાનું બેકગ્રાઉન્ડ બદલી શકે છે. એટલું જ નહી ફોટાના બેકગ્રાઉન્ડને બ્લર પણ કરી શકે છે. આનાથી ફોટો કોઇ DSLR ની ક્વૉલિટી જેવો થઇ જાય છે. 
 
Teleport Photo Editor એપના ખાસ ફિચર્સ 
 
1. ફોટોનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું 
2. બેકગ્રાઉન્ડને બ્લર કરવું 
3. અનેક પ્રકારના કૉલાઝ બનાવવા 
4. સ્કિન કલર ચેન્જ કરવો 
5. હેર કલર ચેન્જ કરવો 
 
Teleport Photo Editor એપ વિશે... 
 
આ એપને Teleport Future Technologies, Inc ડેવલપરે તૈયાર કરી છે, જે આ પહેલા ત્રણ અન્ય ફોટો એપ પર કામ કરી ચૂકી છે. આ એપને 5 મિલિયનથી વધુવાર ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. વળી યૂઝર્સે આને 5 માંથી 4.4 સ્ટાર રેટિંગ આપ્યા છે. આને એન્ડ્રોઇડના વર્ઝન 4.4 અને તેનાથી ઉપરનામાં ઇન્સ્ટૉલ કરી શકાય છે. આની સાઇઝ લગભગ 60MB છે. જોકે, ડિવાઇસ પ્રમાણે પણ આની સાઇઝ જુદીજુદી હોય છે. 
 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આ એપને યૂઝ કરવાની રીત...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો