ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનની સેફ્ટી તો દરેક વ્યક્તિ ઇચ્છે છે, આ માટે દરેક કંપની પોતાના ફોનમાં જુદાજુદા ફિચર્સ આપે છે, ખાસ કરીને આવા સિક્યૂરિટી ફિચર્સ વાળા ફોન મોંઘા હોય છે. પણ જો તમે તમારા ફોનને સેફ અને સિક્યૉર રાખવા માંગતા હોય તો એક એપથી પણ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટૉર પર Don't Touch My Phone નામની એક અવેલેબલ છે જેને ફોનમાં ઇન્સ્ટૉલ કરવાથી ફોનને ચોરી થતો અટકાવી શકાય છે, એટલે કે કોઇ તમારા ફોનને હાથ લગાડશે કે ઉઠાવવાની કોશિશ કરશે તો એપ સાયરન ચાલું કરી દે છે. આ સાયરનને માત્ર તમે જ બંધ કરી શકો છો.
આ રીતે કામ કરે છે આ એપ...
ડાઉનલૉડ કરતા જ એપનું સિમ્પલ ઇન્ટરફેસ ઓપન થાય છે. અહીં 4 ડિજીટનો પીન નાંખો જે સાયરનને બંધ કરવા માટે યૂઝ થાય છે. સાયરનમાં યૂઝ થનારા સાઉન્ડને પણ તમે યૂઝ કરી શકો છો, જેને ફોનમાં આપેલી Ringtones ને યૂઝ કરી શકાય છે.
Don't Touch My Phone એપ વિશે...
- આ એપ 3MBની છે, જેને ફ્રીમાં ડાઉનલૉડ કરી શકાય છે.
- યૂઝર્સે આને હેલ્પફૂલ ગણાવી છે, આ એપ 2.3 કે તેનાથી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરે છે.
- એપને એક્ટિવ કરી ફોનને ગમે ત્યાં મુકી દો, જેવો ફોનને કોઇ ઉઠાવશે સાયરન સ્ટાર્ટ થઇ જશે.
યૂઝફૂલ છે આ એપ
આ એપની મદદથી મોબાઇલને ચોરોથી બચાવવાની સાથે સાથે, એવા લોકોથી પણ બચાવી શકાય છે જે તમારી absenseમાં ફોનને ઉઠાવીને તેને ખોલવાની કોશિશ કરે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે આ એપ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.