અત્યારે કઇ કંપનીનો 4G ડેટા પ્લાન છે સૌથી બેસ્ટ, એક ક્લિકમાં જાણો

divyabhaskar.com

Nov 11, 2017, 05:12 PM IST
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓએ નવી ટ્રિપલ કેશબેક ઓફર લાગું કરી દીધી છે, એટલે જે યૂઝર્સની ધન ધના ધન ડેટા પ્લાનની વેલિડિટી પુરી થઇ ગઇ, તે આ કેશબેક ઓફરથી વધુ લાભ લઇ શકે છે. કંપની આમાં કેશબેકની સાથે કેટલીક કૂપન અને ઇ-કોમર્સ વેબસાઇટ પર મળનારુ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. બીજીબાજુ જિઓએ પોતાનો ડેટા પ્લાન બીજી ટેલિકૉમ કંપનીઓ જેવી કે એરટેલ, વૉડાફોન અને આઇડિયા સાથે કમ્પેર કર્યો છે. જિઓનો દાવો છે કે, ભલે તેના ડેટા પ્લાનની પ્રાઇસ પહેલા કરતાં વધુ હોય પણ માર્કેટમાં અવેલેબલ અન્ય કંપનીઓની સરખામણીમાં ઓછી છે. સાથે તે આજે પણ ડેટાની સાથે ફ્રી રૉમિંગ અને કૉલિંગ પણ આપી રહી છે.
# જિઓનું ટ્રિપલ કેશબેક
રિલાયન્સ જિઓ પ્રાઇસ મેમ્બર્સ માટે ટ્રિપલ કેશબેક સ્કીમ લઇને આવ્યું છે. આમાં યૂઝરને 399 રૂપિયા કે તેનાથી વધારેને દરેક રિચાર્જ પર 2599 રૂપિયા સુધીનું કેશબેક મળશે. 399 રૂપિયા કે તેનાથી વધારેના રિચાર્જ પર 400 રૂપિયાનુ બેનિફિટ તરતજ મળવાનું શરૂ થઇ જશે, એટલે તમને દરેક 399 કે તેનાથી વધુના રિચાર્જ પર 50 રૂપિયા કેશબેક હશે. આ માટે તમારે પ્રૉમેકૉડનો યૂઝ કરવો પડશે.
# ઓનલાઇન વૉલેટથી ફાયદો
જો તમે પેટીએમ કે કોઇ બીજા વૉલેટથી રિચાર્જ કરાવો છો, તો 400 રૂપિયાનું બેનિફિટ ઉપરાંત 399 રૂપિયાનું 100 ટકા કેશબેક પણ મળશે. AJIO પર યૂઝર ઓછામાં ઓછી 1500 રૂપિયાની ખરીદી કરે છે તો તેને 399 રૂપિયાનું ઓફ મળશે. રિલાયન્સ ટ્રેન્ડ્સમાંથી શૉપિંગ કરવા પર 500 રૂપિયાનું ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ માટે ઓછામાં ઓછું 1999 રૂપિયાનું પરચેસિંગ કરવું પડશે. આ ઓફર 10 નવેમ્બરથી 25 નવેમ્બરની વચ્ચેની છે.
# 50-50 રૂપિયા કરીને 8 વારમાં મળશે
આ ઓફર અંતર્ગત 399 રૂપિયા કે તેનાથી વધુનું રિચાર્જ માય જિઓ એપથી કરાવવા પર 400 રૂપિયાનું કેશબેક મળશે, જે 50-50 રૂપિયા કરીને 8 વારમાં મળશે. જિઓએ આ ઓફર માટે ઘણીબધી ડિજીટલ વૉલેટ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે જેમાં અમેઝોન પે, એક્સિસ પે, ફ્રીચાર્જ, મોબિક્વિક, પેટીએમ અને ફોનપે સામેલ છે.
# 99 રૂપિયાનું કેશબેક મળશે
નવા ગ્રાહકોને અમેઝોન પેથી રિચાર્જ કરાવવા પર 99 રૂપિયાનું કેશબેક મળશે, આ માટે NEWJIO પ્રૉમોકૉડ એપ્લાય કરવો પડશે. આ રીતે પેટીએમથી 50 રૂપિયા, ફોન પેથી 75 રૂપિયા અને મોબિક્વિકથી 300 રૂપિયાનું કેશબેક મળશે, એક્સિસ પેથી 100 રૂપિયા અને ફ્રીચાર્જથી 50 રૂપિયાનું કેશબેક મળશે.
# 399 રૂપિયાનું ઓફ મળશે
પહેલું રિચાર્જ કરાવી ચૂકેલા યૂઝરને અમેઝોન પે પરથી 20 રૂપિયા, પેટીએમમાંથી 15 રૂપિયા, ફોનપેમાંથી 30 રૂપિયા, મોબિક્વિકમાંથી 149 રૂપિયા અને એક્સિસ પેમાંથી 35 રૂપિયાનું કેશબેક મળશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો જિઓએ અન્ય ટેલિકૉમ કંપનીઓ સાથે કયા પ્લાન્સ કમ્પેરિઝન કર્યા છે....
X
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
Best 4G data plans, Jio Compare With Airtel, Vodafone, Idea
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી