• Gujarati News
  • India To Wait For Another 45 Days For Google Nexus 4!

ગૂગલ નેક્સસ 4નાં ભારત આગમન માટે હજું રાહ જોવી પડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એન્ડ્રોઇડ 4.2.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ સાથેનાં આ શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ફોન કહેવાતા ડિવાઇસને અમે બે દિવસ પહેલા Saholic પર જોયો છે. આ ફોન સ્ટોર પર આજે એટલે કે 15મી માર્ચે ઉપલબ્ધ બનવાનો હતો. આ જ મહિને ગૂગલ નેક્સસ જે દેશોમાં આવવાનો છે, તેની યાદીમાં ભારતનો ઉમેરો પણ જોવા મળ્યો હતો. પણ એવું જણાય છે કે આપણે ગૂગલ નેક્સસ 4 માટે હજું વધુ સમય સુધી રાહ જોવી પડશે.

અમે આજે Saholic પર આ ફોનની પ્રાપ્યતા અંગે તપાસ કરી છે, અમને જણાયું છે કે ફોન આવે તેની તારીખ બદલીને 30 એપ્રિલ 2013 કરી દેવાઇ છે.

નેક્સસ 4 (ગયા વર્ષે એન્ડ્રોઇડ 4.2.2 ઓએસ સાથે આવનારો પહેલો ફોન) હજું ભારતમાં આવ્યો નથી ત્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું આગામી વર્ઝન- કી લાઇમ પાઇ આ વર્ષે મે માં ગૂગલ I/O ઇવેન્ટમાં જોવા મળે તેવી શક્યતા છે. અટકળો પ્રમાણે આ ઇવેન્ટમાં નેક્સસ 5 અને 7.7 પણ આવી શકે છે.

ગયા વર્ષે લોન્ચ કરાયેલા નેક્સસ 4ની ભારતમાં આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. આ ફોન તાજેતરમાં જ ઓનલાઇન સ્ટોર પર 28190 રૂપિયા જેટલી કિંમતે દેખાયો છે (16 જીબી વર્ઝન). ફોનની સત્તાવાર કિંમત 299 ડોલર (16250 રૂપિયાની આસપાસ) હશે.