તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Identify Fake Websites, Malicious Links And Protect Your Computer

TIPS: નકલી વેબસાઇટો, જોખમી લિંકને ઓળખો અને બચાવો તમારા કોમ્પ્યુટરને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસ માટે થયેલી ઘણી બધી શોધોમાં ઇન્ટરનેટ સૌથી શ્રેષ્ઠ છે. ઇન્ટરનેટે માણસને સરહદો પાર જઇને પણ જોડ્યા છે. પણ આ જ ઇન્ટરનેટ પર ખોટી ઓળખ ઉભી કરીને ઓનલાઇન રહેતા લોકોને છેતરનારાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે.

ઓનલાઇન પેમેન્ટ, લોટરી જીતવાનાં ઇમેલ, સૌથી સસ્તામાં પ્રોડક્ટોનાં વેચાણ માટેની ઓનલાઇન ડીલ્સ તેમજ ઘરે બેઠા કામ કરીને ઘણા બધા પૈસા કમાઇ આપવાનું વચન આપતી બનાવટી વેબસાઇટોની કોઇ કમી નથી. આમાંથી કેટલીક વેબસાઇટોનો હેતુ તમારા પૈસા લૂંટવાનો હોય છે તો કેટલીકનો હેતુ તમારા કોમ્પ્યુટરમાં પ્રવેશીને અંગત માહિતી ચોરી લેવાનો હોય છે.

સાયબર ઠગોએ તાજેતરમાં જ દિલ્હી જલ બોર્ડની ખોટી વેબસાઇટ www.delhijalboard.in (હવે અસ્તિત્વમાં નથી)નાં નામે બનાવી હતી. આ ખોટી વેબસાઇટમાં મૂળ વેબસાઇટો delhi.gov.in અને delhjalboard.nic.inની ઘણી સામ્યતાઓ હતી. આ ખોટી વેબસાઇટ બિલ ચૂકવનારાઓને સીધા જ બિલ પેમેન્ટનાં ઓપ્શન પર લઇ જતી. જેમણે આવી રીતે પેમેન્ટ કર્યું છે, તેમનાં પૈસા ડૂબી ગયા.

આ પ્રકારનો આ કોઇ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સરકારી નોકરીઓ અપાવવાનું વચન આપવા અને બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ ઉમેદવારોને ફી તરીકે રકમ જમા કરાવવા કહ્યું હતું. ગયા વર્ષે જ ઓગસ્ટમાં બનેલા એક આવા જ બનાવમાં રેલવેમાં ગ્રુપ ડી ની પોસ્ટ માટેની રિક્રુટમેન્ટ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ ઇશ્યુ કરતી એક નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી.

જો તમે એવું માનતા હોવ કે અહીંથી વાત પૂરી થઇ ગઇ અને તમારી બેંકિંગ વેબસાઇટો હંમેશા સલામત રહેશો તો તમારે ફરી એકવાર વિચાર કરવાની જરૂર છે. ગયા વર્ષે બેન્ક ઓફ અમેરિકાની ડિઝાઇન જેવી એક નકલી વેબસાઇટ સામે આવી હતી. આ વેબસાઇટમાં દર્શકોને પૂછવામાં આવ્યું હતું કે તેમને બેન્ક ઓફ અમેરિકાની વેબસાઇટમાં શું અને કેમ ગમે છે, જો આ વેબસાઇટને સાયબર ઠગો દ્વારા ઓપરેટ કરવામાં આવી હોત તો તેમાં છેતરપિંડીની શક્યતા હતી.

આગામી પેજ પર ક્લિક કરીને આપણે જોઇશું કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતી વખતે આપણે કેવી રીતે સલામત અને સુરક્ષિત રહી શકીએ, કેવી રીતે નકલી વેબસાઇટોને ઓળખશો, કેવી રીતે સલામત વેબ બ્રાઉઝિંગ કરશો અને સરકારે શું કરવું જોઇએ.

ઉમેરો ચાલુ....