• Gujarati News
  • ICICI Bank Launches Mobile Wallet App For Android Users

ICICIએ લોન્ચ કરી મોબાઇલ વૉલેટ એપ, માત્ર એક ક્લિક પર થશે MONEY TRANSFER

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ICICI બેંકે મંગળવારે પોકેટ્સનામની એક ડિઝીટલ બેંન્કિંગ સર્વિસ એપ લોન્ચ કરી હતી. જે યુઝર્સને એર રિક્વેસ્ટ પર રૂપિયા સ્ટ્રાંન્ફર કરવાની સુવિધા આપે છે. યુઝર કોઇ પણને ઇ-મેઇલ આઇડી, મોબાઇલ નંબર, ફેસબુક ફ્રેન્ડ્સ અને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ફર કરી શકે છે.
જો કોઇ યુઝર ICICI બેન્કના યુઝર નથી એ પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી મોબાઇલ વૉલેટ એપ ડાઉનલોડ કરી શકે છે. યુઝર કોઇ પણ બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકે છે અને તરત જ ટ્રાન્જેક્શન શરૂ કરી શકે છે. ICICI બેન્કે પોતાના અધિકારીક સ્ટેટમેન્ટમાં જાહેરાત કરી હતી. આ મોબાઇલ વૉલેટ વર્ચ્યુઅલ વીજા કાર્ડનો ઉપયોગ કરે છે. જેને કોઇ પણ વેબસાઇટ પરથી ટ્રાન્જેક્શન માટે જોડી શકાય છે.
આ એપની મદદથી મોબાઇલ યુઝર્સ ફોનમાં રિચાર્જ કરાવી સકશે, મુવી ટીકિટ બુક કરાવી સકશે, બિલ પેમેન્ટ, ગિફ્ટ, મની ટ્રાન્સફર જેવી સુવિધાઓ મળશે. યુઝર પોતાના વૉલેટમાં જીરો બેલેન્સથી એકાઉન્ટ થી લઇને સેવિંગ્સ એકાઉન્ટ સુધી ઘણુ બધુ પસંદ કરી શકે છે. સેવિંગ્સ એકાઉન્ટ ઉપર રૂપિયા વ્યાજ પણ મળી શકે છે.