21 જૂને લૉન્ચ થશે દુનિયાનું સૌથી પાતળુ લેપટૉપ, આ છે ફિચર્સ અને કિંમત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ HP કંપની ટુંકસમયમાં જ ભારતમાં દુનિયાનું સૌથી પાતળુ લેપટૉપ લૉન્ચ કરવા જઇ રહી છે, કંપનીએ આ માટે મીડિયા ઇન્વિટેશન્સ પણ આપવાના શરૂ કરી દીધા છે. કંપનીની ઇવેન્ટ 21 જૂનના રોજ યોજાશે જેમાં HP Spectre ને લૉન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ લેપટૉપને આ વર્ષે એપ્રિલમાં એનાઉન્સ કરવામાં આવ્યું હતું. અહીં લેપટૉપના ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે.
* માત્ર 10.4mm છે જાડાઇ

HP Spectreની સૌથી ખાસ વાત તેની થિકનેસ છે, આની જાડાઇ માત્ર 10.4 મીલી મીટર છે. HPએ 13 ઇંચવાળા લેપટૉપની રેન્જમાં HP Spectre ને 13.3 ઇંચની ડિસ્પ્લે સાથે ઉતારીને નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી દીધો છે. ભારતમાં આ HP Spectre લેપટૉપને ઇન્ટેલ કોર આઇ5 અને આઇ7 પ્રોસેસર વેરિએન્ટ્સ સાથે ઉતારવામાં આવશે.
આગળની સ્લાઇડ્સમાં ગ્રાફિક્સમાં જુઓ સૌથી પાતળા લેપટૉપના ફિચર્સ કિંમત સાથે...
અન્ય સમાચારો પણ છે...