ગેજેટ ડેસ્કઃ ફેસબુક હવે પોતાની સિસ્ટમમાં ફેરફાર કર્યો છે, ફ્રેન્ડ સજેશન હવે પોતાના યૂઝર્સની પસંદગી-નાપસંદગી પર છોડી દીધું છે, એટલે કે નવા ફેરફારમાં યૂઝર્સ જાતેજ તેને સ્ટૉપ કરી શકે છે. ફેસબુકથી અત્યારે વ્યક્તિ ફ્રેન્ડસ, સગાસંબંધીઓ અને પરિવારના લોકો સાથે સંપર્કમાં રહે છે.
હવે તમે ફેસબુક પર અનગમતા ફ્રેન્ડ્સને સામે આવતા રોકી શકો છો, એટલે કે, 'Suggested Friends' ઓપ્શનને બંધ કરી શકો છો.
* Suggested Friends ફિચર
આ ઓપ્શન તમારા લૉકેશનને ટ્રેક કરતું હતું અને પછી તમારી આસપાસની પ્રોફાઇલને સજેસ્ટ કરતું હતું. ખાસ વાત તો એ છે કે ફેસબુક જ્યારથી પોતાની સિસ્ટમમાં ફેરફાર કર્યો છે ત્યારથી તે વધુ અસરકારક બની ગયું છે. જેમાં તમને એવા લોકો વિશે ફેસબુક સજેશન આપશે જે તમારા એરિયામાં હોય.
ફેસબુક પર ફ્રેન્ડ સજેશન અને પોતાનું લૉકેશન ટ્રેક થતું અટકાવવા તમારે ફેસબુકના સેટિંગ્સમાં જઇને થોડાક ચેન્જીસ કરવા પડશે. આ સેટિંગ્સ તમે Android અને iOS બન્ને ઓએસ પર કરી શકો છો.
* Android યૂઝર્સ માટે
એન્ડ્રોઇડ ડિવાઇસમાં ફેસબુક સજેસ્ટેડ ફ્રેન્ડ્સ ફિચરને સ્ટૉપ કરવું હોય તો...
સૌથી પહેલા તમારે Settingsમાં જવું પડશે
ત્યાં > Apps > Facebook > Permissions > Location > Off કરી દો.
* iOS યૂઝર્સ માટે
જો તમે એપલ ડિવાઇસ-iOS યૂઝર્સ હોય તો ફેસબુક સજેસ્ટેડ ફ્રેન્ડ ફિચર સ્ટૉપ કરવા માટે સૌથી પહેલા તમારે Settingsમાં જવું પડશે
ત્યાં > Privacy > Location Services > Facebookમાં જાઓ
ત્યાં આપેલા ઓપ્શનમાંથી Neverને સિલેક્ટ કરી દો.