ગેજેટ ડેસ્કઃ દરેક એન્ડ્રોઇડ યૂઝર્સને સૌથી મોટો પ્રોબ્લેમ નડતો હોય તો તે છે સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી ફૂલ થવાનો. એન્ડ્રોઇડ યૂઝર્સને ઇન્ટરનલ મેમરી ફૂલ થવાની સમસ્યા સૌથી વધુ કંટાળાજનક લાગે છે. જે લોકોના ફોનની ઈન્ટરનલ મેમરી ઓછી હોય છે તે લોકો નવી એપ્સ ઈન્સ્ટોલ નથી કરી શકતા. આવું એટલા માટે થાય છે કારણ કે ફોનની ઈન્ટરનલ મેમરીનો અમુક હિસ્સો ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને અપડેટ માટે હોય છે. જોકે ફોનની ઈન્ટરનલ મેમરીમાં થોડો વધારો કરી શકાય છે.
divyabhaskar.com તમને એવી એપ્સ વિશે બતાવી રહ્યા છે જે તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ એપ્સને SD મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરી દેશે. એટલે કે જો તમારા ફોનની ઇન્ટરનલ મેમરી ઓછી હોય તો તમે એપ્સને SD કાર્ડમાં મૂવ કરીને ફોનની મેમરીને ખાલી કરી શકો છો.
AppMgr III (App 2 SD)
આ એપને ગુગલ પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઇડ યૂઝર્સ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ યૂઝર્સ સરળતાથી ફોન મેમરીની એપ્સને SD મેમરી કાર્ડમાં મૂવ કરી શકે છે. યૂઝર્સને એપ્સ હાઇડ અને ફ્રીઝ કરવાની પણ સુવિધા પણ આપે છે. તમે કોઇ એપને છુપાવી પણ શકો છો અને ફોનની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય તો તેને ફ્રીઝ પણ કરી શકો છે. જેથી બેટરી બેકઅપ જવળાઇ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.