સેમસંગની સ્માર્ટવોચ પાછળ છે આ ગુજરાતી યુવાનનું ભેજું

પાલનપુરનો પ્રણવ મિસ્ત્રી ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની ઘણી સંસ્થાઓમાં કામ કરી ચૂક્યો છે

divyabhaskar.com | Updated - Sep 07, 2013, 12:38 PM
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

સેમસંગે તાજેતરમાં જ ગેલેક્સી ગિયર સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ બનાવવા પાછળનું ભેજું કોઇ વિદેશી નથી, પણ ભારતીય છે. ગુજરાતીઓને જાણીને આનંદ થશે કે સેમસંગ જેવી ગ્લોબલ કંપનીનો મહત્વપૂર્ણ હિસ્સો છે એક ગુજરાતી યુવાન પ્રણવ મિસ્ત્રી. પ્રણવ ઉત્તર ગુજરાતનાં પાલનપુર શહેરનાં વતની છે. પ્રણવ હાલમાં Think Tank Team નાં વડા અને સેમંસગ રિસર્ચ અમેરિકાનાં રિસર્ચ ડિરેક્ટર છે. આ યુવાને જ હાથમાં પહેરી શકાય તેવી સ્માર્ટવોચ, જે સ્માર્ટફોનનું લગભગ બધું જ કામ કરે તે તેને રજૂ કરી છે. તે સેમસંગ ઉપરાંત ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી જગવિખ્યાત કંપનીમાં પણ કામ કરી ચૂક્યા છે.

પ્રણવ મિસ્ત્રી અંગે વધુ વાંચવ આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો-

gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

મિસ્ત્રી વર્ષ 2013ની શરૂઆતમાં થિંક ટેન્ક ટીમ સાથે જોડાયા હતા. આ ટીમ સિલિકોન વેલી સ્થિત સંશોધકો, વૈજ્ઞાનિકો, ડિઝાઇનરો અને એન્જિનીયરોનું એક નાનું જૂથ છે, જેની ગઠન મે, 2012માં કરવામાં આવ્યું હતું. સેમસંગમાં જોડાયા પહેલા મિસ્ત્રી એમઆઇટી મીડિયા લેબ ખાતે રિસર્ચ અસિસ્ટન્ટ અને પીએચડીનાં ઉમેદવાર હતા. તેઓ માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા, યુનેસ્કો અને જાપાન સાયન્સ એન્ડ ટેક્નોલોજી જેવા સંગઠનો સાથે પણ કામ કરી ચૂક્યા છે.
 
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

કેવી રીતે થયા પ્રખ્યાત

વર્ષ 2009માં મિસ્ત્રીએ TED India 2009 ઇવેન્ટમાં SixthSense નામનું પોતાનું ડિવાઇસ રજૂ કર્યું. આ એક એવું ડિવાઇસ છે, જે ફક્ત ઇશારાથી જ બધું કામ કરી શકે છે- ઇમેલ ચેક કરવાથી માંડી ફોટોગ્રાફ લેવા સુધી. આ ડિવાઇસ ટેક્નોલોજીને માનવ શરીર સાથે બહુ સારી રીતે સાંકળે છે. પ્રણવે કહ્યું હતું કે SixthSense ડિવાઇસ વાસ્તવિક અને ડિજીટલ દુનિયા વચ્ચેનાં ગાળાને પૂરવામાં મદદરૂપ થશે.

gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

 પ્રણવની અંગત જિંદગીને જોઇએ તો તેમનો જન્મ અને ઉછેર પાલનપુરમાં થયો છે. તેમનું લાડકું નામ ઝોમ્બી છે. તેમનાં પિતા કિર્તી મિસ્ત્રી એક આર્કિટેક્ટ અને ટેક્નોક્રેટ છે. જ્યારે મમ્મી નઇનાબેન એક ગૃહિણી છે.
પ્રણવ પરણિત છે. તેમની પત્નીનું નામ યીજીઆ ચેન છે.
 
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

પ્રણવે આઇઆઇટી બોમ્બે ખાતેથી માસ્ટર ઓફ ડિઝાઇન અને એમઆઇટી મીડીયા લેબ ખાતેથી માસ્ટર ઓફ મીડિયા આર્ટસ એન્ડ સાયન્સની ડિગ્રી હાંસલ કરી છે. તેમણે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરિંગમાં બેચરલ ડિગ્રી મેળવી છે. પાલનપુરમાં તેઓ આક્રિકેક્ચરનાં ડ્રોપ આઉટ વિદ્યાર્થી પણ છે.
 
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

પ્રણવ ટેક્નોલોજીને ડિઝાઇનની દ્રષ્ટિએ અને ડિઝાઇનને ટેક્નોલોજીની દ્રષ્ટિએ જુએ છે. તેમનું આ જ વલણ તેમનાં પ્રોજેક્ટ અને રિસર્ચમાં દેખાય છે. તે પોતાની વેબસાઇટ પર જણાવે છે કે હું એ જ કરું છું, જેને હું પ્રેમ કરું છું અને હું જેને પ્રેમ કરું છું એ હું કરું છું. તે પોતાને Desigineer જણાવે છે.
 
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

ટેક્નોલોજીમાં તેમનો રસ તેમનાં પારિવારિક માહોલને કારણે કેળવાયો છે. તેમનાં પિતા કિર્તિ મિસ્ત્રી તેમનાં પુત્ર માટે બજારમાંથી ખરીદવાની જગ્યાએ જાતે રમકડા બનાવતા.

પ્રણવ નવા સંશોધન પર બહુ ભાર મૂકે છે. તે કહે છે કે બાળકોને કોઇ વસ્તુનાં અલગ અલગ ભાગો આપી દો અને તેન તેમાંથી કંઇક નવું બનાવવા દો. તેમનાં માટે શોધ એટલે invent='Imagine...Explore...&...Learn'

gujarati youngster pranav mistry is behind samsung galaxy gear

પ્રણવને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા Young Global Leader 2013 એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો

X
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
gujarati youngster pranav mistry is behind samsung galaxy gear
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App