APJ Abdul Kalam: ગુગલે આપી આવી રીતે શ્રદ્ધાંજલિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ દેશના એક પ્રખર વૈજ્ઞાનિક અને મિસાઇલ મેનના નામથી જાણીતા ડૉ. એપીજે અબ્દુલ કલામને ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગુગલે પણ શ્રદ્ધાંજલિ આપી છે. ગુગલે પોતાના હોમ પેજ પર બ્લેક રિબીનનું ચિન્હ બતાવીને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
ગુગલની આ શ્રદ્ધાંજલિ દર્શાવે છે કે ડૉ. એપીજે અબ્દુલ કલામ એ ફક્ત ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકોના દીલમાં સ્થાન પામેલા હતા.
આ કાળી રિબીનને ગુગલના હોમ પેજ પર સર્ચ ટેબ પર મુકવામાં આવ્યું છે. જેના પર માઉસ લઇ જતા તેના પર 'In memory of Dr APJ Abdul Kalam' લખેલુ આવે છે.

આ પહેલા પણ ગુગલ પોતાના હોમ પેજ પર ડુડલ દ્વારા મૃત્યુ પામેલી હસ્તીઓ, મહત્વપૂર્ણ અવસરો અને જન્મ દિવસને દર્શાવતુ રહ્યું છે. પણ મિસાઇલ મેનને અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. અગાઉ ફિલ્મ નિર્માતા સત્યજીત, ગણીત વિષયમાં પારંગત શકુંતલા દેવી અને ફિલ્મી હસ્તી રાજકુમાર સહિતની હસ્તીઓને પણ શ્રદ્ધાંજલિ આપી છે.
જેવી રીતે કલામે પોતાનું આખું જીવન સાદગીમાં વિતાવ્યું તેવી જ રીતે ગુગલે પણ કોઇ ડુડલનો ઉપયોગ કર્યા વિના ફક્ત સર્ચ ટેબની નીચે એક કાળી રિબીન દર્શાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ સહિત આખા દેશે આપી શ્રદ્ધાંજલિ....
અન્ય સમાચારો પણ છે...