ગૂગલ ગ્લાસ માટે બનાવાયું પહેલું એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ એપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાને દુનિયાનાં પહેલા અને સૌથી મોટા એડલ્ટ એપ સ્ટોર તરીકે ગણાવતી કંપની માયકેન્ડીએ પોતાનાં બ્લોગ પર ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે તે ગૂગલ ગ્લાસ માટેનું પહેલું એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ એપ બનાવી રહી છે. કંપની આગામી બે દિવસોમાં આ એપને તૈયાર કરી દેશે.

આ એપની મદદથી લોકો ગૂગલ ગ્લાસ પર પોર્ન જોઇ શકશે તેમજ અન્ય લોકોને જોવા માટે વીડિયો બનાવી પણ શકશે. માયકેન્ડી ગૂગલ ગ્લાસ પર પીઓવી (પોઇન્ટ ઓફ વ્યુ) પોર્ન બનાવવાની ક્ષમતાનું સર્જન કરવા અંગે રોમાંચિત છે. કંપનીનાં એક યુટ્યુબ વીડિયો અને પ્રમોશનલ બ્લોગ પોસ્ટમાં જણાવાયું છે કે હવે પીઓવી પોર્નનું શેરિંગ તમારા કેમેરા ફોનને પકડી રાખવા કરતા વધુ ઝડપી અને સરળ બન્યું છે. હવે તમને ગમતા પોર્ન સ્ટાર કે મોડેલનાં ગ્લાસ વીડિયો સ્ટ્રીમને જોઇ શકાશે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ ગ્લાસ પ્રાઇવસીનાં મુદ્દે તેનાં બજારમાં આવતા પહેલા જ વિવાદમાં સપડાયા છે. એવું પણ કહેવાય છે કે પોર્ન ઇન્ડસ્ટ્રી માટે આ ગ્લાસ આશીર્વાદરૂપ સાબિત થશે.