• Gujarati News
  • Google Buzz Shuts Down On 17 July, Data To Be Transferred And Saved

Googleની આ સર્વિસ 17 જુલાઇએ બંધ થશે, તમારો ડેટા ટ્રાન્સફર કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલે પોતાનાં સોશિયલ નેટવર્કિંગ, માઇક્રોબ્લોગિંગ અને મેસેજિંગ ટૂલ, ગૂગલ બઝનાં યુઝર્સને તેમનો ડેટા સેવ કરી લેવા માટે છેલ્લી વાર જણાવ્યું છે.

કંપનીએ એમ જણાવયા બઝનાં યુઝર્સને મેલ કર્યા છે કે 17 જુલાઇ 2013 પછી, ગૂગલ આ સર્વિસને બંધ કરવા માટેનું છેલ્લું પગલું લેશે અને તમારા બઝ પોસ્ટની એક નકલને તમારા ગૂગલ ડ્રાઇવ પર સેવ કરશે.

ગૂગલનાં ઇમેલેમાં જણાવાયું છે કે, ગૂગલ બે પ્રકારની ફાઇલોને તમારા ગૂગલ ડ્રાઇવ પર સ્ટોર કરશે અને નવી બનાવેલી ફાઇલોને તમારી સ્ટોરેજ લિમીટ સામે ગણવામાં નહીં આવે.

1 પહેલા પ્રકારની ફાઇલ પ્રાઇવેટ રહેશે, જેને તમે જ એક્સેસ કરી શકશો. આ ફાઇલમાં તમે કરેલી પબ્લિક અને પ્રાઇવેટ પોસ્ટનાં સ્નેપશોટ હશે.

2 બીજા પ્રકારની ફાઇલમાં ફક્ત તમારા ગૂગલ બઝ પબ્લિક પોસ્ટની એક કોપી હશે. તેને લિંક સાથે કોઇ પણ વ્યક્તિ જોઇ શકશે અને તે સર્ચ રિઝલ્ટ તેમજ તમારી ગૂગલ પ્રોફાઇલ પર દેખાઇ શકે છે (જો તમે તેને તમારી બઝ પોસ્ટ પર લિંક કરી હોય). તમારા ગૂગલ બઝ કન્ટેન્ટની કોઇ પણ લિંક યુઝર્સને આ ફાઇલ તરફ પરત લઇ જશે.

3 તમે બીજા યુઝર્સની પોસ્ટ પર જે પણ કોમેન્ટ કરી હશે તે ફક્ત તે યુઝર્સની ફાઇલોમાં સેવ કરાશે, તમારામાં નહીં. એક વાર આ ઇમેલમાં જણાવવામાં આવેલા ફેરફારો અંતિમ બની જાય પછી ફક્ત આવા યુઝર્સ જ આ ફાઇલોનાં શેરિંગ સેટિંગ્સને બદલી શકશે. આનો મતલબ એવો થાય છે કે જો તમે બીજા કોઇ લખનારની પ્રાઇવેટ પોસ્ટ પર કોમેન્ટ કરી હશે તો તે લખનાર, પોસ્ટ અને તેની કોમેન્ટને જાહેર કરવાની બાબતમાં પસંદગી કરી શકશે. જો તમે આ શક્યતાને દૂર રાખવા માગતા હોવ તો અત્યારે જ તમારા બધા બઝ કન્ટેન્ટને ડિલીટ કરી દો.

4 નવી ગૂગલ ડ્રાઇવ ફાઇલોમાં ફક્ત પહેલા ગૂગલ બઝને ઇનેબલ કરનારા યુઝર્સની કોમેન્ટ જ હશે અને ફાઇલોમાં એ કોમેન્ટ નહીં હોય, જેમને તમારા ગૂગલ ડ્રાઇવમાં ડેટા ટ્રાન્સફર કરતા પહેલા ડિલીટ કરવામાં આવી હોય.

એકવાર તમારી ફાઇલો બની જાય, ત્યારબાદ તેમને બીજી કોઇ ડ્રાઇવ ફાઇલની જેમ ઉપયોગમાં લઇ શકાશે. તમે તેમની સાથે કંઇ પણ કરી શકો છો. જેમાં તેમને ડાઉનલોડ કરવાનો, ડિલીટ કરવાનો અને જે તેમને અપડેટ કરી શકે તેમને એક્સેસ કરવાનો સમાવેશ થાય છે.

આ ફાઇલો બની જાય તે પહેલા તમે તમારી ગૂગલ બઝ પોસ્ટને અહીં જોઇ શકો છો. જો તમારી કોઇ પણ બઝ પોસ્ટ કે કોમેન્ટ ગૂગલ ડ્રાઇવ ફાઇલોમાં સેવ થાય તેમ તમે ઇચ્છતા ન હોવ તો તમે તાત્કાલિક રીતે તમારા ગૂગલ બઝ એકાઉન્ટ અને ડેટાને ડિલીટ કરી શકો છો.

જો તમે તમારી પોસ્ટને સેવ કરવા માગતા હોવ તો અહીંથી મદદ મળી શકે છે.

ગૂગલ બઝને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેનાં વેબ આધારિત ઇમેલ પ્રોગ્રામ જીમેલમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું હતું. આ સર્વિસને 15 ડિસેમ્બર,2011થી બંધ કરવામાં આવી હતી, પણ હાલનું કન્ટેન્ટ ફક્ત રીડ ઓન્લી મોડમાં જ પ્રાપ્ય બનશે.