ગૂગલે પોતાનાં મેપમાં કુદરતી સૌંદર્યનો ઉમેરો કર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલે પહેલી જ વાર પોતનાં મેપ્સ પર મનોહર પરવાળાનાં ખડકો (કોરલ રીફ)નો ઉમેરો કર્યો છે. હવે યુઝર્સ એક ક્લિક પર જ આ પરવાળા જોઇ શકશે.ગૂગલે પોતાનાં મેપમાં સ્ટ્રીય વ્યુ સર્વિસમાં કેટલાક કોરલ રીફનાં વિશાળ દ્રશ્યોનો ઉમેરો કર્યો છે. યુઝર પોતાની રીતે નેવિગેટ કરીને આ બધું જોઇ શકશે.આ સર્વિસમાં ઉમેરવામાં આવેલી જગ્યાઓમાં ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફ, લેડી એલિયટ આઇલેન્ડ અને વિલ્સન આઇલેન્ડ, તેમજ હવાઇની હનાઉમા બે અને મોલોકીની ક્રેટર તેમજ ફિલીપીન્સનાં એપો આઇલેન્ડનો સમાવેશ થાય છે. આ મટિરીયલને કેટલિન સીવ્યુ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું, જે પરવાળાની તંદુરસ્તી તેમજ ગ્લોબલ વોર્મિંગની તેમના પર અસરનો અભ્યાસ કરતો એક પ્રોજેક્ટ છે.ગૂગલનો આ પ્રયત્ન વૈજ્ઞાનિકોને જૈવવ્યવસ્થાનું વિશ્લેષણ કરવામાં અને સામાન્ય સચેતતા વધારવામાં મદદરૂપ બનશે, તેમ પ્રોજેક્ટનાં ડિરેક્ટરે જણાવ્યું હતું. આ ઉપરાંત વધી રહેલી હરીફાઇમાં ગૂગલનું આ પગલું પબ્લિસીટીનો પ્રયત્ન પણ હોઇ શકે છે, તેમ બીબીસીનાં એક અહેવાલમાં જણાવાયું છે. ગૂગલે આ પહેલાં દરિયાનાં પેટાળની જમીનનાં કોમ્પ્યુટર જનરેટેડ ફોટો બહાર પાડ્યા હતા, પણ આ વખતે તેણે પોતાનાં મેપમાં અન્ટરવોટર ફોટોગ્રાફનો ઉમેરો કર્યો છે.
Related Articles:

ગૂગલે આઇફોન 5 ખરીદનારાઓને આપી મોટી રાહત
લોન્ચ થયાનાં 8 કલાકમાં હેક થયો આઇફોન 5
બે મિત્રો દુશ્મન થયા, તેનો ભોગ બન્યા આઇફોન 5 યુઝર્સ
ભારતમાં આઇફોન-5 ઓનલાઇન ખરીદી શકો છો
આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
આઇફોન-5 ખરીદો ત્યારે આ કવર પર પણ નાખી લેજો એક નજર