• Gujarati News
  • Gionee Pioneer P2M Smartphone Launched In Indian Market, At Rs 6999

જિઓનીએ લૉન્ચ કર્યો હાઇટેક ફિચર્સવાળો નવો સ્માર્ટફોન, કિંમત 6,999

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની Gioneeએ પોતાના નવા સ્માર્ટફોન Pioneer P2Mને 6,999 રૂપિયાની કિંમતમાં ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. પણ તેની ઉપલબ્ધતા વિશે કંપનીએ કોઇ જ માહિતી આપી નથી.
Pioneer P2M સ્માર્ટફોન ડ્યુલ સીમને સપોર્ટ કરે છે અને તેની ડિસ્પ્લે 4 ઇંચની છે. આ ફોન એન્ડ્રોઇડની 5.1 લૉલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનના પાવરની વાત કરીએ તો ફોનમાં 1.3 GHzનું ક્વાડ કોર પ્રોસેસર આપ્યું છે. તેની સાથે કંપનીએ 1 GB રેમ પણ આપી છે.
Pioneer P2M માં કંપનીએ 16 GB ઇન્ટરનલ મેમરી આપી છે. માઇક્રો એસડી સ્લોટની મદદથી મેમરી વધારી શકાય છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો Pioneer P2Mના બાકીના ફિચર્સ વિશે...