તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રીડમ ૨૫૧ વિવાદઃ એડકોમે રિંગિંગ બેલ્સને ૩૬૦૦ રૂપિયાના ભાવે હેન્ડસેટ વેચ્યા હતા!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સ્માર્ટફોન ફ્રીડમ-૨૫૧ને લઈને ઊભા થયેલા વિવાદમાં શુક્રવારે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હીની કંપની એડકોમે કહ્યુ છે કે તેણે રિંગિંગ બેલ્સને મોબાઈલ હેન્ડસેટ ૩૬૦૦ રૂપિયા પ્રતિ હેન્ડસેટના ભાવે વેચ્યા હતા અને તેમની કંપનીને તેના રિસેલના પ્લાન વિશે કંઈ માહિતી નથી. એડકોમ દ્વારા મળેલા નમૂના મીડિયાને આપ્યા...
- ફ્રીડમ-૨૫૧ સ્માર્ટફોન જાહેર કરનારી કંપની રિંગિંગ બેલ્સે કહ્યુ કે, એડકોમે હેન્ડસેટના કેટલાક પ્રોટોટાઈપ અમને આપ્યા હતા જેને મીડિયા સહિત કેટલાક વિશેષ મહેમાનોને આપવામાં આવ્યા હતા.
- રિંગિંગ બેલ્સે એક નિવેદનમાં કહ્યુ કે, અમારા ફોનની એસેમ્બલી માટે અન્ય સહયોગી કંપની છે. સહયોગી કંપની વિશે પૂછવામાં આવતા કંપનીના એક પ્રવક્તાએ નોઈડા સ્થિત એમિનનેંસ ટેક્નોલોજીસનું નામ આપ્યું હતું.
- એડકોમે તેની સાથે ચેતવણી આપી કે જો નોઈડાની રિંગિંગ બેલ્સની પ્રવૃત્તિઓના કારણે તેમની બ્રાન્ડ ખરાબ થશે તો તેઓ તેની સામે કાયદાકિય કાર્યવાહી કરશે.
રિંગિંગ બેલ્સે ૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન આપવાનો કર્યો છે દાવો
- ગયા મહિને રિંગિંગ બેલ્સે ફ્રીડમ ૨૫૧ ફોન રજૂ કર્યો હતો જેને દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
- કંપનીએ ૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાનો દાવો કર્યો છે.
- આ જાહેરાત કરતી વખતે રિંગિંગ બેલ્સે જે હેન્ડસેટ દર્શાવ્યું હતું તે એડકોમના આઈકોન ૪ જેવું છે.
- આ હેન્ડસેટ બજારમાં પહેલેથી જ ૩૯૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે.
લાખો હેન્ડસેટ્સનો ઓર્ડર નથી નથી મળ્યોઃ રિંગિંગ બેલ્સ
- અડવાન્ટેજ કોમ્પ્યુટર્સ (એડકોમ)ના સંસ્થાપક અને ચેરમેન સંજીવ ભાટિયાએ એક નિવેદનમાં કહ્યુ છે કે, ‘એ વાત સાચી છે કે અમે રિંગિંગ બેલ્સને હેન્ડસેટ વેચ્યા છે. અમે આ હેન્ડસેટ એવી રીતે વેચ્યા છે જેવી રીતે અન્ય લાખો ગ્રાહકોને વેચીએ છીએ’.
- ભાટિયાએ વધુમાં કહ્યુ કે, ‘પરંતુ અમને એ ખબર નહોતી કે કંપની આ ફોન્સની રિસેલીંગ કરવા માગે છે. અત્યાર સુધી તેમની મૂલ્ય નીતિનું અનુમાન નથી લગાવી શક્યા. અમે પ્રતિ હેન્ડસેટ ૩૬૦૦ રૂપિયાન ભાવે તેમને વેચ્યા હતા’.
- ભાટિયાએ એમ પણ કહ્યુ કે, ‘રિંગિંગ બેલ્સે તેમની પાસેથી ૧૦૦૦ હેન્ડસેટ ખરીદ્યા અને તેનું ચૂકવણું પણ કર્યું’. તેઓએ એમ પણ કહ્યુ કે રિંગિંગ બેલ્સે વાયદો કર્યો હતો કે લાખો હેન્ડસેટનો ઓર્ડર આપશે પરંતુ અત્યાર સુધી આવો કોઈ ઓર્ડર આપ્યો નથી.
કેશ ઓન ડિલિવરી દ્વારા ચૂકવણી કરવાની વ્યવસ્થા
- રિંગિંગ બેલ્સે કહ્યુ હતું કે, એવું ન સમજવું જોઈએ કે અમે રાતોરાત ગાયબ થઈ જઈશું.
- કંપની પહેલા જ પેમેન્ટ સ્વીકારતી ગેટવેને સૂચન કર્યું છે કે જે લોકોએ પ્રી-બુકિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તેને પેમેન્ટ પરત કરી દે.
- રિંગિંગ બેલ્સના જણાવ્યા અનુસાર પેમેન્ટની રીત હવે માત્ર કેશ ઓન ડિલિવરી જ રહેશે. ગ્રાહકોએ જે ઓર્ડર કર્યા છે તે કેન્સલ નહીં થાય પરંતુ પેમેન્ટ ડિલિવરી પર લેવામાં આવશે.
- રિંગિંગ બેલ્સને ફ્રીડમ ૨૫૧ની ડિલિવરી એપ્રિલના અંત સુધીમાં શરૂ કરવાની અપેક્ષા છે.
ફ્રીડમ ૨૫૧ વિવાદના કારણે ચર્ચામાં આવેલા રિંગિંગ બેલ્સના એમડી મોહિત ગોયલ વિશે વધુ જાણવા આગળની સ્લાઈડ ક્લીક કરો...
અન્ય સમાચારો પણ છે...