બિગ બિલિયન સેલ: ફ્લિપકાર્ટ પર મળી રહ્યા છે અનેક પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - પ્રતિકાત્મક)
ગેજેટ ડેસ્ક: આજે ફ્લિપકાર્ટે પોતાની મેગા સેલ 'બિગ બિલિયન ડે'ની શરૂઆત કરી છે. આજે ઓનલાઇન શોપિંગમાં 70 કેટેગરીમાં સેલ કરવામાં આવશે, તેમાં એપ્લાયન્સીસ, બુક્સ, રમકડાં, મોબાઇલ્સ, લેપટોપ, કેમેરા, ફૂટવેર, બેગ્સ, વોચ સહિત અનેક ચીજો પર ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. સાથે દરેક કલાકે ડ્રો કરવાનું પણ નક્કી કર્યું છે. ફ્લિપકાર્ટ પર મોટોરોલા અને શ્યાઓમી સાથે અન્ય એક્સક્લુઝિવ પ્રોડક્ટ પર અનેક ઓફર્સ આપ્યા છે.
કયા છે ટોપ ડીલ્સ
- ફ્લિપકાર્ટ પર મોટો X (ફર્સ્ટ જનરેશન) રૂ. 17999માં મળી રહ્યો છે. સાથે મોટો ઇ પણ ડિસ્કાઉન્ટ કિંમતે રૂ. 5499માં યુઝર્સને મળી રહ્યો છે.
- શ્યાઓમીના 5200 એમએએચની બેટરીની કિંમત રૂ. 500ની કરી દેવામાં આવી છે. મોટો X(સેકંડ જનરેશન)માં એક્સચેન્જ અને ડિસ્કાઉન્ટ ઓફર 4000રૂ.ની રાખવામાં આવી છે.
- નોકિયા લુમિયા 525 ઓછા સમયને માટે 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર પર મળી રહે છે. આ સિવાય અનેક એવા પ્રોડક્ટ છે જે આજે ફ્લિપકાર્ટથી સારી કિંમતોએ ખરીદી શકાય છે.
ધ્યાન રાખવાની વાત તો એ છે કે ફ્લિપકાર્ટની તરફથી આ સેલમાં આવનારી દરેક પ્રોડક્ટના ઓર્ડરને કેન્સલ કરી શકાતો નથી અને એક્સચેન્જ પણ કરી શકાતા નથી.
ફ્લિપકાર્ટ.કોમ
610 નંબરના ફ્લેટથી ફ્લિપકાર્ટના માલિકોએ પોતાનો કારોબાર શરૂ કર્યો અને હવે 6.10.14ના રોજ ફ્લિપકાર્ટની બિગ બિલિયન સેલની જાહેરાત પણ કરી દીધી છે. ફ્લિપકાર્ટના જણાવ્યા પ્રમાણે ભારતના ઇતિહાસમાં હાલ સુધીની સૌથી મોટી ઓનલાઇન સેલ હશે.

ઇઆઇટીના બે વિદ્યાર્થીઓ સચિન અને બિન્ની બંસલે 2007માં સપ્ટેમ્બરમાં ફ્લિપકાર્ટ.કોમની શરૂઆત કરી. બંને જ અમેઝનમાં સોફ્ટવેર એન્જિનિયર કામ કરી રહ્યા હતા અને બંનેમાં કંઇક પોતાનું કરવાની ઇચ્છા હતી. તેઓ માનતા હતા કે બુક્સની રિટેલિંગ શરૂ કરવા પાછળ પ્રારંભિક પ્રેરણા અમેઝનની હતી. ફ્લિપકાર્ટે પોતાના ખાસ સ્ટોકમાં મ્યુઝિક, ફિલ્મો, ગેમ્સ અને સેલફોનને પણ આવરી લીધો છે. બંનેએ અનુભવ્યું કે ઇકોમર્સની મદદથી બુક્સના રિટેલિંગના ક્ષેત્રમાં અનેક સંભાવનાઓ રહેલી છે. હાલમાં પ્રારંભિક સમયમાં ફ્લિપકાર્ટને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી પહેલાં તો ઇ-કોમર્સ સાઇટ્સને લઇને ભારતમાં ન તો વધારે રસ છે અને ન તો કોઇ પર વિશ્વાસ કરે છે.