તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

U.S. રેગ્યુલેટરીનું ફરમાન, પેસેન્જર સાથે નહીં લઇ જઇ શકે Galaxy Note 7

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સેમસંગ ઇલેક્ટ્રૉનિક્સ કંપનીને ફરીથી એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકન એર રેગ્યુલેટરીએ સેમસંગ વિરુદ્ધનું એક ફરમાન જાહેર કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મુસાફોએ સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનમાં મુસાફરી કરતી વખતે સેમસંગ ગેલેક્સી નોટ 7નો ઉપયોગ કરવો જોઈએ નહીં, અથવા તેને બેગેજ સાથે રાખવો જોઈએ. મુસાફરી દરમિયાન ફોન બંધ હાલતમાં જ રાખવાની સુચના આપવામાં આવી છે.
U.S. એવિએશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, ગેલેક્સી નોટ 7ની બેટરીમાં બ્લાસ્ટ થવાના ભયને લીધે આવું કરવું મુસાફરોના હિતમાં છે. FAAની આ એડવાઇઝરી પછી એર પેસેન્જર્સ અને તેના સામાનને સ્ટેશન પર જ ચોક્કસાઈથી ચેક કરવામાં આવી રહ્યો છે. આ પગલું FAAએ મુસાફરોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને લીધું છે.
ફ્લાઇટમાં આગના બનાવને ધ્યાનમાં લઇ ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ કોન્ટાસ, જેટસ્ટાર અને વર્જીન ઓસ્ટ્રેલિયાએ ગેલેક્સી નોટ 7ના યૂઝ અને ચાર્જિંગ પર બેન મૂકી દીધો છે. જોકે પેસેન્જર્સને ફ્લાઇટમાં ફોન લઇ જઈ શકે છે. હવે ફોનને એટેચ કરાતી પોર્ટવાળી એન્ટરટેઇન્ટમેન્ટ સિસ્ટમ પર પણ બેન આવી શકે છે.
સેમસંગે બેટરી પ્રોબ્લમથી લીધો રિકૉલનો નિર્ણય
અગાઉ સાઉથ કોરિયા હેરાલ્ડ અને Yonhapમાં છપાયેલા રિપોર્ટ્સ અનુસાર, ગેલેક્સી નોટ 7માં બેટરી ઓવરહિટીંગ અને બ્લાસ્ટ થવાનો પ્રોબ્લમ આવી રહ્યો છે, કંપનીએ સાઉથ કોરિયાના ત્રણ મોટા ઓપરેટર સહિત યુએસમાં નોટ 7નું શિપમેન્ટ બંધ કરી દીધુ હતું અને ગ્લૉબલી રિકૉલ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, એક રિપોર્ટ અનુસાર, ચાર્જિંગમાં લગાવેલા લગભગ 66542 જેટલા નોટ 7 ડિવાઇસ સ્વયંભૂ બ્લાસ્ટ થવાના અહેવાલ હતા.
આગળની સ્લાઇડ્સમાં જાણો... ગેલેક્સી નોટનું વેચાણ અને આઇફોન 7 સાથેની કમ્પેરિઝન વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો