ઇન્ટરનેટ વિના પણ યૂઝ કરી શકાય છે WhatsApp, જાણી લો કઇ રીતે

ચેટ સિમની મદદથી કોઇપણ યૂઝર વૉટ્સએપ સહિની ચેટીંગ એપ ઇન્ટરનેટ વિના યૂઝ કરી શકે છે

divyabhaskar.com | Updated - May 20, 2017, 12:03 AM
Use whatsapp without internet connection, here is Tricks
ગેજેટ ડેસ્કઃ WhatsAppનો યૂઝ દરેક સ્માર્ટફોન યૂઝર કરે છે, આને યૂઝ કરવા કોઇને કોઇ રીતે ઇન્ટરનેટ કનેક્શનની હંમેશા જરૂર પડે છે. પણ જો આવી એપને ઇન્ટરનેટ કનેક્શન વિનાજ ચલાવી શકાય તો કેવું સારું? હવે આ શક્ય બન્યુ છે. કેમકે માર્કેટમાં એક એવું સિમ અવેલેબલ છે જેની મદદથી ઇન્ટરનેટ વિનાજ કોઇપણ યૂઝર વૉટ્સએપ યૂઝ કરી શકે છે. તેનુ નામ છે ‘ચેટ સિમ’, આ સિમને ફોનમાં લગાડવાથી વૉટ્સએપ કે કોઇપણ અન્ય મેસેજિંગ એપ્સ ઇન્ટરનેટ વિનાજ ચાલુ શકે છે. જાણો કઇ રીતે...?
* ક્યાંથી ખરીદશો ચેટ સિમ?
- ચેટ સિમ ખરીદવા માટે સૌથી પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ www.chatsim.com ની વિઝીટ કરો.
- ત્યારપછી Buy Sim પર ક્લિક કરી, સ્ટેપ્સ ફોલો કરીને ઓર્ડર પ્લેસ કરી શકો છો.
- આ સિમ ઇ-કોમર્સ વેબસાઇટ amazon.com પર પણ અવેલેબલ છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો.... ચેટ સિમ અને યૂઝ કરવાની પ્રોસેસ વિશે...

Use whatsapp without internet connection, here is Tricks
* કેવી રીતે કરશો યૂઝ
- ચેટ સિમ બધા જ સ્માર્ટફોન પર કામ કરે છે, માઇક્રો અને નેનો બન્ને કાર્ડ સ્લૉટમાં આને યૂઝ કરી શકાય છે. 
- આ કાર્ડથી ઇન્ટરનેટ વિના દુનિયામાં ગમે ત્યાં તમારા મિત્રોને મેસેજ કરી શકો છો.  
- ડેટા રોમિંગની ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે.
 
Use whatsapp without internet connection, here is Tricks
* કિંમત 
- ભારતીય યૂઝર્સ માટે આ કાર્ડની કિંમત 1100 રૂપિયા વાર્ષિક છે.
- આ ઉપરાંત ફ્રીમાં મેસેજ અને ઇમોજીસ યૂઝ કરવા માટે 1100 રૂપિયા ચૂકવવા પડશે. 
- મલ્ટીમીડિયા રીચાર્જ માટે 1100 રૂપિયા છે. 
 
Use whatsapp without internet connection, here is Tricks
* વિના ઇન્ટરનેટે એપ્સ કરશે કામ
- ચેટ સિમથી તમે વૉટ્સએપ, મેસેન્જર, વીચેટ, હાઇક વગેરેને ઇન્ટરનેટ વિના જ યૂઝ કરી શકો છો. આ પ્રકારનું આ પહેલું સિમ કાર્ડ છે.
 
Use whatsapp without internet connection, here is Tricks
* શું આને ખરીદવું યોગ્ય છે?
આ તમારા વપરાશ પર નિર્ભર રહે છે. જો તમે તમારો મોટાભાગનો સમય ટ્રાવેલિંગમાં વિતાવતા હોય અને વૉટ્સએપ એપનો વધુ યૂઝ કરતા હોય, તો આ ચેટ સિમ કામનું સાબિત થઇ શકે છે. તમારા માટે ચેટ સિમ બેસ્ટ છે.
 
X
Use whatsapp without internet connection, here is Tricks
Use whatsapp without internet connection, here is Tricks
Use whatsapp without internet connection, here is Tricks
Use whatsapp without internet connection, here is Tricks
Use whatsapp without internet connection, here is Tricks
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App