• Gujarati News
  • Download At 14.4 Mpbs, Here Comes MMX377G SIM free USB Dongle

માઇક્રોમેક્સે લોન્ચ કર્યું યુએસબી ડોંગલ, 14.4 mbpsની ડાઉનલોડ સ્પીડ સાથે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાનાં યુઝર્સની ઇન્ટરનેટ સુધી પહોંચને વધુ સરળ બનાવવા માટે માઇક્રોમેક્સે નવું ડેટા કાર્ડ MMX377G લોન્ચ કર્યું છે, જે 14.4 mbpsની જબરદસ્ત સ્પીડ ઓફર કરે છે. આ ડેટા કાર્ડ સાથએ કંપની ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ લાવવા માગે છે. મનોરંજનનું ખાસ ધ્યાન રાખતા આ ડિવાઇસમાં યુટ્યુબ ટેબ આપવામાં આવી છે, જેનાથી સપ્તાહનાં ટોપ 10 વીડિયો અને micromaxonline.com પર ઝડપથી એક્સેસ કરી શકાય છે.

ભારતમાં આ પહેલું ડિવાઇસ છે, જેમાં MediaTekનાં MT6280 3G/HSPA+ thin-modemનો પાવર છે. આ કોમ્પેક્ટ અને સ્લીક યુએસબી ડોંગલ દ્વારા યુઝર્સ રોકેટ ગતિએ વેબની દુનિયાને માણી શકે છે. તેની મદદથી 5.76 mbpsની સ્પીડ સાથે ફાઇલ અપલોડ કરી શકાય છે. આ ડિવાઇસનો ઉપયોગ કોઇ પણ ઇન્સ્ટોલેશન વિના કરી શકાય છે.

T-Flash મેમરી રીડર સાથેનાં આ મિની ગેઝેટની મેમરીને 32 જીબી સુધી વધારી શકાય છે અને તે ભારતમાં પ્રાપ્ય મોટા ભાગનાં સિમ કાર્ડને સપોર્ટ કરે છે.

આ ડોંગલની કિંમત 1699 રૂપિયા છે અને દેશનાં અગ્રણી રિટેઇલ સ્ટોર પર તેમજ ઓનલાઇન માઇક્રોમેક્સ સ્ટોર www.micromaxinfo.com પર પણ ઉપલબ્ધ છે.