• Gujarati News
  • Did You Know World’s First Mouse Was Wooden And Inventor Got No Royalty On This?

દુનિયાનું પહેલું માઉસ લાકડાનું હતું, તેના શોધકને રોયલ્ટી પણ નહોતી મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમને ખબર છે કે ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસનાં ઉપયોગને નવી ઉંચાઇએ લઇ જનાર પહેલું માઉસ લાકડાનું બનેલું હતું અને તેમાં નાના વ્હીલ લાગેલા હતા? આ માઉસ સ્ટેનફોર્ડ રિચર્સ ઇન્સ્ટીટ્યુટ ખાતે 1963માં ડગલસ એન્જલબર્ટે પતાનાં લીક એન્જિનીયર બિલ ઇંગ્લિશ સાથે મળીને બનાવ્યું હતું. આ પહેલું માઉસ પ્રોટોટાઇપ હતું. ડગલાસનું 88 વર્ષની વયે આજે અવસાન થયું છે.

હાલનાં માઉસ જેવું દેખાતું માઉસ તેમણે બનાવ્યું હતું. ડગલસને આ માટે ક્યારેય કોઇ રોયલ્ટી નથી મળી, કેમ કે તેમનાં એમ્પલોયર SRI પાસે આ પેટન્ટ હતી. પર્સનલ કોમ્પ્યુટરોમાં માઉસનો ઉપયોગ મોટા પાયા પર થવા માંડ્યો તે પહેલા જ આ પેટન્ટ પૂરી થઇ ગઇ.

1973માં આ માઉસનો ઉપયોગ સૌ પ્રથમ વાર Xerox Alto computer system પર કરવામાં આવ્યો હતો. જો કે તેને સફળતા ન મળતા સૌથી વધુ વપરાશમાં લેવાયેલા માઉસનો જશ એપલ લિસા કોમ્પ્યુટર માટે શોધાયેલા માઉસને નામે છે.

એન્જલબાર્ટને 17 નવેમ્બર 1970નાં રોજ ડિસ્પ્લે સિસ્ટમ માટે X-Y પોઝિશન ઇન્ડીકેટર માટે પેટન્ટ US3,541,541 મળી હતી. તે સમયે તેમણે વિચાર્યું હતું કે યુઝર એક હાથમાં સતત માઉસને પકડી રાખશે અને પાંચ કી સાથેનાં કોર્ડ કીસેટ પર બીજા હાથ વડે ટાઇપ કરશે.

પહેલા ટ્રેકબોલને જોવા આગળ ક્લિક કરો-