• Gujarati News
  • Did You Know: This Lifeless Gadgets Will Outnumber Humans In 2014

નિર્જીવ મોબાઇલ ફોન એક વર્ષથી ઓછા સમયમાં માણસોને ઓવરટેક કરી લેશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિર્જીવ મોબાઇલ ફોન હવે મનુષ્યોને હરાવવા નીકળ્યા છે. ચિંતા ન કરશો, આ ફક્ત સંખ્યાની વાત છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ યુનિયન (યુએનની એજન્સી)નાં એક અહેવાલ પ્રમાણે 2014 સુધીમાં દુનિયાભરમાં મોબાઇલ ફોનની સંખ્યા કુલ વસ્તી કરતા વધી જશે.

આ અહેવાલ પ્રમાણે એક વર્ષથી ઓછા સમયગાળામાં મોબાઇલ સબસ્ક્રાઇબરોની સંખ્યા સાત અબજને પાર થઇ જશે, જ્યારે આ સમયે દુનિયાની વસ્તી 7.1 અબજની હશે. આશ્ચર્યજનક બાબત એ છે કે દુનિયાની વસ્તીનો એક મોટો હિસ્સો ભૂખ્યો સૂઇ જાય છે ત્યારે દુનિયાની 40 ટકા વસ્તી ઓનલાઇન છે અને 6.8 અબજ મોબાઇલ સબસ્ક્રાઇબરો ફોનનો ઉપયોગ કરે છે.

મોબાઇલ ફોનની આ રેસમાં યુરોપે યુએસને પાછળ રાખી દીધું છે. યુરોપમાં મોબાઇલ ફોનની પહોંચ (ચોક્કસ વસ્તીમાં સક્રિય મોબાઇલ ફોન નંબરો) 75 ટકા જેટલી છે. જ્યારે યુએસમાં આ આંકડો 61 ટકા અને એશિયામાં 32 ટકા છે.

આફ્રિકા આ યાદીમાં 16 ટકા મોબાઇલની પહોંચ સાથે છેલ્લા ક્રમે છે. આ બધા આંકડાઓથી ખુશ થતાં આઇટીયુ ટેલીકોમ્યુનિકેશન ડેવલપમેન્ટ બ્યુરોનાં ડિરેક્ટર બ્રાહિમા સેનાઉએ જણાવ્યું હતું કે, મોબાઇલ ક્રાંતિ શિક્ષણ, આરોગ્ય, સરકાર, બેંકિંગ, પર્યાવરણ અને વ્યાવસાયિક ક્ષેત્રે આઇસીટી એપ્લિકેશન્સ પૂરા પાડીને વિકસતા દેશોમાં લોકોનું શશક્તિકરણ કરી રહી છે.

પૃથ્વી પર મોબાઇલ ફોનની વધી રહેલી સંખ્યા કેટલાક દેશોમાં ગરીબી અને વસ્તી વિસ્ફોટની સમસ્યા છતાં લોકોને જોડવાની એક સફળ સિદ્ધિ તરફ નિર્દેશ કરે છે.