• Gujarati News
  • Datawind Bags CATA Award For World’s Lowest Cost Tablet, Aakash 2

ડેટાવિન્ડને દુનિયાનાં સૌથી સસ્તા ટેબલેટ આકાશ 2 માટે અપાયો એવોર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

CATA અલાયન્સ ઇનોવેશન એવોર્ડસમાં ડેટાવિન્ડનાં દુનિયાનાં સૌથી સસ્તા ટેબલેટ કોમ્પ્યુટર આકાશ 2ની નોંધ લેવાઇ છે. પોતાનાં 28મા વાર્ષિક ઇનોવેશન એવોર્ડસ સમારંભમાં કેનેડિયન એડવાન્સ્ડ ટેક્નોલોજી એલાયન્સે ડેટાવિન્ડને 2013 McCagueBorlack Outstanding Product Achievement એવોર્ડથી સમ્માનિત કરી છે.

CATA અલાયન્સ ઇનોવેશન એવોર્ડસ કેનેડાનાં ટેક્નોલોજી જગતમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંથી એક છે. ટેલ્ફર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે મળીને ડેટાવિન્ડને એક પસંદગી સમિતી દ્વારા પસંદ કરાઇ હતી, જેમાં CATAનાં બોર્ડનાં ડિરેક્ટરો અને ઇન્ડસ્ટ્રીનાં નિષ્ણાતો સામેલ હતા. CATAનાં સદસ્યો દ્વારા ઓનલાઇન કરાયેલું વોટિંગ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.

આ એવોર્ડ કંપનીનાં સૌથી સસ્તા ટેબલેટ આકાશ 2, જેનું કોમર્શિયલ વર્ઝન UbiSlate 7C+ છે, તેને આપવામાં આવ્યો છે. આ ટેબલેટ ફક્ત કરોડો લોકોને પરવડી શકે ટેવી પ્રોડક્ટ જ નથી, પણ તેણે લોકોમાં ઇન્ટરનેટ ક્રાંતિ આણી છે.