પહેલી ઓક્ટોબરે લોન્ચ થશે BSNLનું 10 હજાર રૂપિયાનું ટેબલેટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીએસએનએલ પહેલી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે પોતાનું 3જી ટેબલેટ 'ઇરા આઇકોન' બજારમાં ઉતારશે. તેની કિંમત 10,000 રૂપિયા હશે. કંપનીનાં સીએમડી આર કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઇરા આઇકોન ઇન્ટરનેટનો વધારે માત્રામાં ઉપયોગ કરનારા લોકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે.તે 3જી, વાઇ-ફાઇ અને બ્લુટૂથ જેવી સુવિધાઓ સાથે હશે. વિશટેલ કંપનીએ આ ટેબલેટને બનાવ્યું છે. તેના પર વીડિયો અને લાઇવ ટીવી પણ જોઇ શકાશે. એવા અહેવાલો છે કે આઇઆરએ આઇકોન 3જી ટેબ છે અને તે એન્ડ્રોઇડ 4.0 પર ચાલશે.
Related Articles:

મેરેથોન બેટરી સાથે લોન્ચ થયું નવું સસ્તું ટેબલેટ
ઇન્ટેલનાં માઇક્રોપ્રોસેસર અને વિન્ડોઝ 8 સાથેનાં ટેબલેટ લોન્ચ
આકાશનાં ઉત્પાદકે પોતે બજારમાં મૂક્યા એકદમ સસ્તા ટેબલેટ
PHOTOS: DELLનાં નવા ટેબલેટ, લેપટોપ અને ડેસ્કટોપ
થોડા જ દિવસોમાં ભારતમાં ઉપલબ્ધ બનશે ગૂગલનું ટેબલેટ
એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન
દેશનાં ટેબલેટ માર્કેટમાં હરીફાઇ વધી, ચાર નવા સસ્તા ટેબલેટ લોન્ચ