તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેકબેરી Z10 ની કિંમતમાં 60 ટકા ઘટાડો, હવે રૂ.17990 માં ઉપલબ્ધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્લેકબેરીનો ફ્લેગશીપ સ્માર્ટફોન ઝેડ 10 હવે માત્ર રૂ. 17990 માં ઉપલબ્ધ છે. આ કિંમત તેની લોન્ચીંગ કિંમત કરતા 60 ટકા ઓછી છે. ઉલ્લેખનીય છે કે અમુક મહિનામાં આ બીજો પ્રાઇસ કટ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. આ ઓફર આવનારા 60 દિવસો સુધી લાગૂ રહેશે.

આ ફોન બ્લેકબેરીની લેટેસ્ટ બ્લેકબેરી 10 ઓપરેટીંગ સિસ્ટમના 10.2.1 વર્ઝન પર કાર્ય કરે છે અને તેમાં બેસ્ટ ટચ કીબોર્ડ છે. આ કિંમતે આ ફોન ખરીદવો સારી વાત કહી શકાય. પરંતુ એન્ડ્રોઇડ પર મળતા પ્રખ્યાત એપ્સ વિના તમને ચલાવવુ પડશે કારણ કે તે બ્લેકબેરીનું સૌથી નબળુ પાસુ છે. જો કે બ્લેકબેરી ઓએસમાં તમને એન્ડ્રોઇડ એપ્સને સાઇડમાં લોડ કરવાની સુવિધા મળે છે. અને ખાસ કરીને બ્લેકબેરીના ઉમેરેલા સિક્યોરીટી ફીચર્સ થી આ ડીલ સારી સાબિત થઇ શકે છે.

આ પ્રાઇસ કટ ની જાહેરાત કરતી વખતે બ્લેકબેરી ઇન્ડીયાના એમડી સુનીલ લાલવાણીએ કહ્યુ, કે બ્લેકબેરી ભારતમાં ખુબ મોટી સંખ્યામાં યુઝર્સ ધરાવે છે અને અમે તેમને સૌથી સારો અનુભવ મળે તેવા પ્રયત્નો કરવા માગીએ છીએ. આ ઓફર માં ફોન રૂ. 17990 માં મળશે અને તેમાં યુઝર્સને વધુ સારો અનુભવ મળશે. અને તેમાં ક્રાંતિકારી ઓપરેટિંગ સિસ્ટમ શામેલ કરવામાં આવી છે.

આ ફોનમાં હીન્ગલીશ અને હીન્દી ટાઇપીંગ પણ સપોર્ટેડ છે. તે 3જી અને 2જી પ્લાન બ્લેકબેરીના સ્પેશ્યલ પ્લાન સિવાય પણ શરુ થાય છે. આ ફોનમાં 1.5 GHz dual-core પ્રોસેસર અને 2જીબી રેમ છે. ફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી છે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 32 જીબી સુધી વધારી શકાય છે. સાથે તેમાં જોરદાર સ્ક્રીન અને એનએફસી સપોર્ટ છે. સાથે બીબીએમ સર્વિસ વોઇસ અને વિડિયો ચેટ ની સુવિધા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો