તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રી ખાવા-પીવાનું અને ફૂલ આરામ, GOOGLE કર્મચારીઓને મળે છે આવી ફેસિલિટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ દુનિયાભરનું સૌથી પૉપ્યૂલર સર્ચ એન્જિન ગુગલ આજે 27 સપ્ટેમ્બર, 2016ના રોજ પોતાનો 18મો જન્મદિવસ મનાવી રહ્યું છે, આ માટે એક ખાસ ડૂડલ પણ તૈયાર કર્યુ છે જેમાં ગુગલનો 'G' એક ફૂગ્ગાની જેમ ફૂલતો દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ગુગલ અત્યાર સુધી ચાર અગલ-અલગ તારીખો પર પોતાનો જન્મદિવસ ઉજવી ચૂક્યું છે.
* ક્યારે થઇ શરૂઆત

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલની શરૂઆત 4થી સપ્ટેમ્બર, 1998ના રોજ થઇ હતી, પણ ગુગલે વર્ષ 2005માં પોતાની ઓફિશીયલ બર્થ ડેટ બદલીને 27 સપ્ટેમ્બર કરી દીધી છે. અત્યારે સુધી ગુગલ લગભગ 70થી વધુ દેશોમાં પોતાની ઓફિસ ખોલી ચૂક્યું છે અને દરેક ઓફિશ મોટી અને શાનદાર છે. જોકે, આ ઓફિસીસ કરતા ગુગલ હેડક્વાર્ટર થોડું અલગ જ દેખાય છે.
* શું છે ખાસ

ગુગલનું આ હેડક્વાર્ટર 2 મિલિયન એટલે કે લગભગ 20 લાખ વર્ગ ફૂટની જગ્યામાં ફેલાયેલું છે. આ કંપનીની બીજી મોટી ઓફિસ છે, કેમકે ગુગલની સૌથી મોટી ઓફિસ ન્યૂયોર્કમાં છે જે 2.9 મિલિયન એટલે કે 29 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલી છે. કેલિફોર્નિયા સ્થિત ગુગલની આ હેડક્વાર્ટરને ગુગલપ્લેક્સ (Googleplex)ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુગલપ્લેક્સમાં સોલારની 9000 પેનલ લાગેલી છે જે લગભગ 1.6 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરે છે. આ યુએસનું સૌથી મોટું સોલાર પ્લાન્ટ પણ છે.
ગુગલ પોતાના કર્માચારીઓ માટે વર્ષના 72 મિલિયન ડૉલર એટલે કે લગભગ 445 કરોડ 53 લાખથી પણ વધુ રૂપિયા ખર્ચે છે. કંપનીની પોલીસી પ્રમાણે દરેક કર્મચારીને મફતમાં ભોજન આપવામાં આવે છે.
* કર્મચારીઓને મળે છે ખાસ સુવિધાઓ

કેમ્પસની અંદર એક આલિશાન કેમ્પસ છે, જેમાં નાસ્તો, ખાવાનું, કોલ્ડ્રિંક્સ બધુ જ મળે છે. આ કિચનમાં દરેક કર્મચારીને દિવસમાં બે વખત ખાવાનું મફત મળે છે. આ ઉપરાંત કર્મચારીઓને એન્જોયમેન્ટ માટે સ્વિમિંગ પૂલ, ક્લાઇબિંગ વૉલ, જિમ, ઉંઘવાની વ્યવસ્થાથી લઇને ખાસ પ્રકારનો પ્લેઇંગ રૂમ પણ છે. સાથે સાથે કંપનીએ કેમ્પસમાં સાયકલિંગ માટે ટ્રેક પણ બનાવડાવ્યો છે.
હેડક્વાર્ટરનું વાતાવરણ વધુ સારું બનાવવા માટે કેમ્પસના મોટા ભાગને ગ્રીનરીથી ઢાંકી દેવામાં આવ્યો છે. હેડક્વાર્ટરમાં કર્મચારીઓને રેસ્ટ કરવા માટે રેસ્ટ ઝોન પણ બનાવ્યો છે.
આગળની સ્લાઇડ્સમાં ફોટોઝમાં જુઓ કેલિફોર્નિયા સ્થિત ગુગલના હેડક્વાર્ટરમાં કર્મચારીઓ મટે બીજી કઇ કઇ સુવિધાઓ છે...