• Gujarati News
  • At R 3000, Android Jelly Bean Aakash IV Will Sport Specs That Other Will Envy

ફીચર્સમાં બધાનાં 'બાપ' એવા 3000 રૂપિયાનાં આકાશ 4 ટેબલેટ માટે થોડી રાહ જોશો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આકાશ ટેબલેટનું આગામી વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ ટેબલેટની કિંમત બહુ ઓછી હશે. ટેબલેટ એન્ડ્રોઇડ જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે અને તેનાં ફીચર્સ આંખે વળગે તેવા હશે.

ટેક્નિકલ નિષ્ણાતોની એક પેટા સમિતીએ આકાશ 4નાં ટેક્નિકલ ફીચર્સની યાદી તૈયાર કરી છે. જેમાં હાર્ડવેર અને સોફ્ટવેરની ઓછામાં ઓછી જરૂરિયાતો, મિકેનિકલ અને પર્યાવરણને લગતા ફીચર્સ, સલામતી અને અન્ય ધોરણોનાં પાલન, જાળવણી અને સર્વિસ ક્ષમતા, અન્ય ફીચર્સ તેમજ ટેસ્ટીંગનાં માપદંડોનો સમાવેશ થાય છે.

આકાશ 4 માટેનાં લઘુત્તમ માપદંડમાં 7 ઇંચની 5 પોઇન્ટ મલ્ટીટચ ટચસ્ક્રીનનો સમાવેશ થાય છે. તેમાં ઓછામાં ઓછું 800x400 પિક્સલનાં રિઝોલ્યુશન સાથેનું LCD ડિસ્પ્લે, 1 જીબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ મેમરી (જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય)નો સમાવેશ થાય છે.

3000 રૂપિયાની કિંમતનાં ટેબલેટમાં Wi-Fi, Wi-Fi hotspot અને Bluetooth જેવા કનેક્ટિવિટી વિકલ્પો પણ જરૂરી છે. બીજી જરૂરિયાત એ છે કે આ ટેબલેટ લેટેસ્ટ GNU/Linux distribution (latest Ubuntu) સાથે ડ્યુઅલ બૂટેબલ (એક્સટર્નલ એસડી કાર્ડ દ્વારા) હોવું જોઇએ.

આ ટેબલેટ એન્ડ્રોઇડ 4.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે તેવી શક્યતા છે અને સરકાર ઇચ્છે છે કે ટેબલેટને Antutu બેન્ચમાર્કમાં 1469 પોઇન્ટનો સ્કોર મળે.

ફીચર્સ અંગેના દસ્તાવેજમાં “All popular 2G/3G/4G Phone / Data Connectivity Dongles in India” એવું પણ જણાવાયું છે, જેનો મતલબ થાય છે કે ટેબલેટ 4જીને પણ સપોર્ટ કરી શકે છે.

આ છે ઓછામાં ઓછા અપેક્ષિત ફીચર્સ- તો તમે ખુશ છો?

આકાશ 4નાં સૂચિત ટેક્નિકલ ફીચર્સ તમે http://mhrd.gov.in અને http://deity.gov.in. પર પણ જોઇ શકો છો.