એપ આપશે ટ્રેન અને રિઝર્વેશનની સંપૂર્ણ જાણકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - પ્રતિકાત્મક ફોટો)
ગેજેટ ડેસ્ક : વારેઘડીએ મુસાફરી કરનારા લોકોને માટે રેલવે સેવાઓની જાણકારીની જરૂર રહેતી હોય છે. આ જાણકારી મેળવવાનું કામ પહેલાં ખૂબ જ મુશ્કેલ રહેતું હતું. ઇન્કવાયરી ઓપિસમાં ફોન લગાવ્યા બાદ પણ સંતોષજનક જવાબ મળતો ન હતો. હાલમાં આ માટેના અનેક એપ સરળતાથી મળી રહે છે.
આમાંના કેટલાક એપ જાણીતા છે. જેમકે - ઇન્ડિયન રેલ ઇન્ફો એપ, ઇન્ડિયન રેલ એન્ડ ટ્રેંસ, ઇક્સિગો ઇન્ડિયન રેલ એન્ડ ટ્રેંસ, ઇન્ડિયન રેલ ટ્રેન એન્ડ આઇઆરસીટીસી ઇન્ફો અને આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવે). આ દરેકમાં પીએનઆર, ટ્રેન લાઇવ રનિંગ પોઝિશન, ટ્રેન શિડ્યુલ, ટ્રેન બિટબિન સ્ટેશન, ફેયર, સીટની સુવિધા અને ટિકિટ બુકિંગની જાણકારી મળી રહે છે.
ખૂબ જ સરળ રીતે આપવામાં આવેલી આ જાણકારી વેબસાઇટની તુલનામાં ખૂબ જ ફાસ્ટ રીતે મળી રહે છે. હાલમાં આઇઆરસીટીસીની મદદથી અન્ય એર પણ લાઇવ ઇન્ફોર્મેશન કે ટિકિટ બુકિંગને માટે આઇઆરસીટીસીની સાઇટથી કનેક્ટ છે, અન્ય જાણકારી પણ તેમાં સરળતાથી મળી રહે છે.